બ્રિટનમાં બનશે યુરોપનો પ્રથમ જગન્નાથ મંદિર- જાણો કોણ બનાવી રહ્યુ છે આ મંદિર !

0
51

બ્રિટનમાં હિન્દુઓ માટે પ્રથમ જગન્નાથ મંદિર બનવા જઇ રહ્યું છે, જેના મટે 250 કરોડનું દાન આપવા માટે આયોજન થઇ રહ્યું છે,, આ મંદિરનું નિર્માણ બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિત શ્રી જગન્નાથ સોસાયટી કરવાની છે, ,, મહત્વની વાત એ છે કે મુળ ભારતિય ઓડિસાના બિઝનેસમેન બિશ્વનાથ પટનાયકે લંડનમાં જગન્નાથ મંદિર બનાવવા માટે 254 કરોડનું દાન આપ્યું છે, તૈયારી જોતા લાગે છે કે મદિરનો પ્રથમ તબક્કો 2024ના અંત સુધી પુર્ણ થવાની સંભાવના છે, આશા વ્યક્ત કરાઇ છે કે લંડનનુ આ જગન્નાથ મંદિર યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિ કેન્દ્ર બનશે સાથે હજોર શ્રધ્ધાળુઓ માટે આ પ્રવાસનો કેન્દ્ર તો બનશે,, સાથે તિર્થ સ્થાન તરીકે પણ વિકસશે,,

મળતી માહિતી મુજબ એક ખાનગી ગ્રુપ મંદિરના નિર્માણ માટે 15 એકર જમીન ખરીદવા માટે 71 કરોડ રૂપિયાનું દાન આપવા તૈયાર છે,  એટલે કે આ મંદિર 15 એકર જમીન પર બનશે. મંદિર માટે જમીનની ઓળખ કરી લેવામાં આવી છે અને તે ખરીદીના અંતિમ તબક્કામાં છે. મંદિર બનાવવાની પરવાનગી માટે સ્થાનિક સરકારને પ્રી પ્લાનિંગની અરજી પણ રજૂ કરવામાં આવી છે.

શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિના અધ્યક્ષે જણાવ્યુ છે કે  હિંદુ અનુયાયીઓ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ ભગવાન જગન્નાથની પૂજા કરે છે. તેમની સાથે જોડાયેલી પરંપરાનું સૌથી મહત્વનું પાસું એ છે કે તમામ ધાર્મિક સંપ્રદાયોના લોકો પોત-પોતાની રીતે તેમની પૂજા કરે છે. તેમણે કહ્યું હતું કે બૌદ્ધ, જૈન અને શીખો માટે પણ ભગવાન જગન્નાથનું વિશેષ મહત્વ છે. ભગવાન જગન્નાથની પરંપરા વિશ્વ માટે મહાન સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.