આઈપીએલ 2023માં કોરોના વાયરસની એન્ટ્રી,કોમેન્ટેટર આકાશ ચોપડા કોરોના વાયરસથી સંક્રમિત

0
360

આઈપીએલ 2023માં કોરોના વાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાનો પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આકાશ ચોપડાએ ટ્વિટ કરીને કહ્યું કે કોવિડે કોટ એન્ડ બોલ્ડ કરી દીધો છે. જી, હા વાયરસે ફરી એક વખત ઝપેટમાં લઇ લીધો છે. લક્ષણો હળવા છે અને બધુ કંટ્રોલમાં છે. આગામી કેટલાક દિવસો સુધી કોમેન્ટ્રી કરી શકીશ નહીં અને મજબૂતીથી વાપસીની આશા કરી રહ્યો છું.આઈપીએલ ટૂર્નામેન્ટમાં કોરોનાને લઇને ઘણા સખત નિયમો છે. છેલ્લી ત્રણ સિઝનની જેમ આ વખતે બાયો બબલ બનાવવામાં આવ્યું નથી. જોકે સંક્રમિત થનાર વ્યક્તિએ સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. બે વખત નેગેટિવ આવ્યા પછી તે આઈસોલેશનથી બહાર આવશે.