Bihar Bridge: બિહારમાં છેલ્લા એક સપ્તાહમાં પુલ તૂટી પડવાની ઘટનાઓની શ્રેણીમાં નીતિશ સરકારે કડક પગલાં લીધા છે અને 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. ગુરુવારે સારણમાં પુલ ધરાશાયી થયાના એક દિવસ બાદ સસ્પેન્શન કરવામાં આવ્યું છે. હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહારના તમામ નિર્માણાધીન અને જૂના પુલોનો બે અઠવાડિયામાં નિરીક્ષણ રિપોર્ટ માંગ્યો છે.
બિહારમાં છેલ્લા એક સપ્તાહમાં પુલ તૂટી પડવાની ઘટનાઓની શ્રેણીમાં નીતિશ સરકારે કડક પગલાં લીધા છે અને 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. ગુરુવારે સારણમાં પુલ ધરાશાયી થયાના એક દિવસ બાદ સસ્પેન્શન કરવામાં આવ્યું છે. હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બિહારના તમામ નિર્માણાધીન અને જૂના પુલોનો બે અઠવાડિયામાં નિરીક્ષણ રિપોર્ટ માંગ્યો છે.

Bihar Bridge: એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનું કારણ
14 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એક તપાસ પેનલે તેનો અહેવાલ જળ સંસાધન વિભાગ (WRD)ને સુપરત કર્યા બાદ લેવામાં આવ્યો હતો. WRDના અધિક મુખ્ય સચિવ ચૈતન્ય પ્રસાદે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે એન્જિનિયરો બેદરકારી દાખવતા હતા અને મોનિટરિંગ બિનઅસરકારક હતું. રાજ્યમાં નાના પુલ અને ઓવરપાસ તૂટી પડવાનું આ મુખ્ય કારણ છે.
સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયરોમાં ત્રણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો પણ સમાવેશ
ચૈતન્ય પ્રસાદે કહ્યું કે સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં ત્રણ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 17 દિવસમાં સિવાન, સારણ, મધુબની, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજ જિલ્લામાં કુલ 10 પુલ ધરાશાયી થયા છે.
શાસક પક્ષ અને વિપક્ષ એકબીજા પર પ્રહારો
બિહારમાં વારંવાર પુલ તૂટી (Bihar Bridge) જવાના મુદ્દે રાજ્યમાં રાજકીય તોફાન મચી ગયું છે. જ્યાં તેજસ્વી યાદવ આ માટે એનડીએ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે ત્યારે બિહાર સરકારના મંત્રી અશોક કુમાર ચૌધરીએ ખુદ તેજસ્વી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે તત્કાલીન ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદ યાદવ સારી પુલ જાળવણી નીતિ લાગુ ન કરવા માટે જવાબદાર હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો