બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એલન મસ્કની નેટવર્થમાં 1.98 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. જેબાદ તેમની નેટવર્થમાં 192 અબજ પર પહોંચી છે.પ્રોપર્ટીમાં આવેલી આ તેજીને કારણે મસ્ક અબજપતિઓની યાદીમાં પ્રથમ નંબરપર પહોંચી ગયા છે.અને ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ તેમના મથે ચડાવી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ બર્નાર્ડ અર્નોલ્ટ 5.25 અબજ ડોલરના ઘટાડા બાદ તેમની નેટવર્થ ઘટીને 187 અબજ ડોલર થઈ ગઈ છે.આટલી સંપત્તિ સાથે હવે તે વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. અમીરોની યાદીમાં એમેઝોનના જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે.