એલોન મસ્ક ChatGPTને ટક્કર આપવા માટે ‘TruthGPT’ શરૂ કરશે

0
139

એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.એલોન મસ્કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઇને ટક્કર આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ‘TruthGPT’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ચાલતી AI ઓફરિંગને પડકારવાના ધ્યેય સાથે તે આ યોજના તૈયાર કરી રહ્યા છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે આ AI દ્વારા મળતી મોટા ભાગની માહિતી સત્ય જ હશે. મસ્કએ વધારેમાં કહ્યું કે, TruthGPT બ્રહ્માંડની પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરશે ઉપરાંત આ AI સુરક્ષા માટે શ્રેષ્ઠ માર્ગ તરફ દોરી જશે. તેમણે કહ્યું કે, આ OpenAIનું લોન્ચે Google અને Microsoft તરફથી હાલની ઓફરિંગ માટે ત્રીજો વિકલ્પ બનાવવાનો પ્રયાસ છે.