Elon Musk India Visit : આ જ મહીને ટેસ્લાના માલિક એલોન મસ્ક આવી શકે છે ભારત, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી નિશ્ચિત !!  

0
308
Elon Musk India Visit
Elon Musk India Visit

Elon Musk India Visit  : અમેરિકાની દિગ્ગજ કાર નિર્માતા કંપની ટેસ્લા મોટર્સની ભારતમાં એન્ટ્રીને લઈને સતત ચાલી રહી છે. હવે આ ચર્ચા વચ્ચે ટેસ્લા મોટર્સના માલિક એલોન મસ્ક ભારત આવી રહ્યા છે.અહેવાલો અનુસાર, એલોન મસ્ક આ મહિનાના અંત સુધીમાં ભારતની મુલાકાત લઈ શકે છે. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર, તેઓ રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાના હેતુથી ભારતની મુલાકાત લેશે. આ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ શકે છે.

Elon Musk India Visit

Elon Musk India Visit  : વડાપ્રધાન મોદી સાથે કરી શકે છે મુલાકાત

એલોન મસ્કની આ પ્રથમ ભારત મુલાકાત હશે. ચર્ચા છે કે ભારતની મુલાકાત દરમિયાન એલોન મસ્ક ભારતમાં તેમની રોકાણ યોજના અને ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટની જાહેરાત કરી શકે છે. જણાવી દઈએ કે ભારતીય ગ્રાહકો ટેસ્લા કારની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.એલોન મસ્ક ભારત પ્રવાસ દરમિયાન પીએમ મોદીને મળી શકે છે. જો કે, એલોન મસ્ક કે પીએમઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Elon Musk India Visit

Elon Musk India Visit  : અગાઉના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લાના અધિકારીઓ આ મહિને ભારતની મુલાકાત લઈ શકે છે. ભારત આવવાનો તેમનો હેતુ ટેસ્લા પ્લાન્ટ માટે જગ્યા શોધવાનો હતો. જો કે હવે ખુદ એલન મસ્કના આવવાના સમાચાર સામે આવ્યા છે. આ સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ઇલોન મસ્ક ભારતમાં લગભગ 2 થી 3 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી શકે છે.

Elon Musk India Visit  : મહારાષ્ટ્ર, ગુજરાતમાં ટેસ્લાને રસ

Elon Musk India Visit

એલોન મસ્કની કંપની મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ રાજ્યોમાં જગ્યા શોધી રહી છે. આના કારણે આ રાજ્યોમાં બંદરોની ઉપલબ્ધતા છે, જેથી કારની નિકાસ સરળ બની શકે. ટેસ્લાની પસંદગીમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે.જણાવી દઈએ કે, એલોન મસ્કે 2019ની શરૂઆતમાં ભારતમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ રસ દર્શાવ્યો હતો. જો કે, તેમણે હાઈ આયાત ડ્યૂટી સામે વાંધો ઉઠાવ્યો હતો. ગયા વર્ષે ટેસ્લા કંપનીએ કહ્યું હતું કે તે $24,000ની કિંમતના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી બનાવવા માટે રસ ધરાવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો