ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું વિચારી રહ્યા છો તો આ બેંકો આપી રહી છે સસ્તી લોન

0
258
Electric Vehicle Loan
Electric Vehicle Loan

Electric Vehicle Loan  : ભારતીય કાર બજારમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા સતત વધી રહી છે. નવી ઈલેક્ટ્રિક કાર માત્ર સ્ટાઇલિશ જ નથી પણ સલામત પણ માનવામાં આવે છે. જેના કારણે લોકોમાં બેટરી સંચાલિત વાહનો ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ઉપરાંત, ઇવી ડ્રાઇવરો પણ ખુશ છે કે તેઓ પર્યાવરણ માટે વધુ સારા પરિવહનનો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે સરકાર પણ ઈવીને પ્રોત્સાહન આપવા માંગે છે. આ બધા કારણોસર, જો તમે પણ નવી EV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને આવું કરવાનું બીજું કારણ જણાવીએ.

હકીકતમાં, દેશની ઘણી બેંકોએ હવે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે ખાસ વ્યાજદરે કાર લોન આપવાનું શરૂ કર્યું છે, જેમાંથી કેટલીક વિશેની માહિતી અમે તમને અહીં આપી રહ્યા છીએ.

Electric Vehicle Loan

SBI ઇલેક્ટ્રિક વ્હીકલ લોન ફેસ્ટિવલ ધમાકા    |  Electric Vehicle Loan  

Electric Vehicle Loan

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નવી ઈલેક્ટ્રિક કાર ખરીદનારા તમામ વર્ગના ગ્રાહકોને સામાન્ય કાર લોન માટે લાગુ પડતા વ્યાજ દરમાં 25 બેઝિસ પોઇન્ટ એટલે કે 0.24 ટકાની વધારાની છૂટ ઓફર કરી રહી છે. SBIની વેબસાઈટ અનુસાર, 31 જાન્યુઆરી, 2024 સુધી આવી કાર લોન પર ઝીરો પ્રોસેસિંગ ફીનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક કાર માટે SBI ગ્રીન કાર લોન 8.75 ટકાથી 9.45 ટકા સુધીના વ્યાજદરે ઓફર કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, SBIની વેબસાઈટ અનુસાર પસંદગીની EV કારની ઓન-રોડ કિંમતના 90 થી 100 ટકા સુધી લોન મેળવી શકાય છે.

પીએનબી ગ્રીન કાર લોન |  Electric Vehicle Loan  

Electric Vehicle Loan

પંજાબ નેશનલ બેંક (PNB) ખાસ ગ્રીન કાર લોન (ગ્રીન કાર ઇ-વ્હીકલ લોન) પણ ઓફર કરી રહી છે. બેંક નવી ઇવીની સંપૂર્ણ એક્સ-શોરૂમ કિંમત જેટલી લોન આપી રહી છે. બેંક નવી ઈ-વ્હીકલ લોન પર કોઈ પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન ફી પણ વસૂલતી નથી. બેંક ફ્લોટિંગ રેટ કાર લોન પર વાર્ષિક 8.75 ટકા વ્યાજ અને EV માટે ફિક્સ વ્યાજની કાર લોન પર 9.75 ટકા વ્યાજ વસૂલે છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર ગ્રીન કાર લોન | |  Electric Vehicle Loan  

Electric Vehicle Loan

બેંક ઓફ મહારાષ્ટ્ર તેની  ઓટો ઇલેક્ટ્રિક ગ્રીન કાર લોન સ્કીમ પર કોઈ પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટ ચાર્જ પણ વસૂલતી નથી. આ કાર પર, બેંક તેની વર્તમાન મહા સુપર કાર લોન સ્કીનના વ્યાજદર પર 0.25 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. મહા સુપર કાર લોન સ્કીમના હાલના વ્યાજદર 8.8 ટકાથી 13 ટકાની વચ્ચે છે. વ્યાજનો વાસ્તવિક દર ઉધાર લેનારના સિબિલ સ્કોર પર આધાર રાખે છે. ઉપરાંત બેંક ગ્રીન કાર લોન પર પ્રી-પેમેન્ટ, પ્રી-ક્લોઝર, પાર્ટ-પેમેન્ટ ચાર્જ પણ વસૂલતી નથી.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની ગ્રીન માઈલ સ્કીમ |  Electric Vehicle Loan  

Electric Vehicle Loan

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા તેની ગ્રીન માઈલ સ્કીમ હેઠળ 9.15 ટકાથી 12.25 ટકાના વ્યાજદરે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે કાર લોન ઓફર કરી રહી છે. વ્યાજના વાસ્તવિકદર ઉધાર લેનારના ક્રેડિટ સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, જો તમે તમારી લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા હોવ, તો તમારે કોઈ પ્રી-પેમેન્ટ પેનલ્ટી ચૂકવવી પડશે નહીં.

તમે આ પણ વાંચી શકો છો

Animal OTT Realease Date : આ તારીખે  Netflix પર જોવા મળશે તમારી ફેવરીટ ફિલ્મ એનિમલ