Election Fever Grips Gujarat: ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નવા સીમાંકન બાદ હવે મતદારયાદીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, જેને જોતા એવું મનાઈ રહ્યું છે કે એપ્રિલ મહિનામાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Election Fever Grips Gujarat:ચૂંટણી પ્રક્રિયાનું મહત્વનું શિડ્યુલ
ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી તૈયાર કરવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે:
- 23 માર્ચ: પ્રાથમિક મતદારયાદીની પ્રસિદ્ધિ. નાગરિકો આ યાદીમાં પોતાનું નામ ચકાસી શકશે.
- 27 માર્ચ સુધી: જો યાદીમાં કોઈ ભૂલ હોય અથવા નામ ખૂટતું હોય, તો દાવા અને વાંધા રજૂ કરી શકાશે.
- 30 માર્ચ: વાંધાઓની તપાસ પૂર્ણ કરી આખરી નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ અંતિમ મતદારયાદી જાહેર થશે.
Election Fever Grips Gujarat: નવું સીમાંકન અને વહીવટી સજ્જતા
આયોગે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે રાજ્યની 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટેના મતવિસ્તારોનું નવું સીમાંકન પૂર્ણ કરી લીધું છે. વિધાનસભાની તાજી ફોટોવાળી મતદારયાદીના આધારે જ પંચાયતવાર નવી યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
ચૂંટણીને પારદર્શક બનાવવા માટે દરેક જિલ્લામાં:
- ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO)ની નિમણૂક થઈ ચૂકી છે.
- મામલતદારોને ‘નમૂના-2’ મુજબ અપડેટેડ યાદીઓ તૈયાર કરવા આદેશ અપાયા છે.
મતદારો માટે મોટી તક
આ વખતે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે કે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ સુધી પૂરવણી મતદારયાદી દ્વારા નામ ઉમેરવા, સુધારવા કે કમી કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. આથી, જે નાગરિકોના નામ પ્રાથમિક યાદીમાં રહી ગયા હોય તેમને પણ તક મળશે.
વધુ સમાચાર વાંચવા મમાટે અંહી ક્લિક કરો : ગીરમાં ઉનાળે અષાઢી માહોલ, કેસર કેરીના પાક પર મોટું જોખમ




