Election 2026: ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: 5 રાજ્યોની 824 બેઠકો પર એપ્રિલમાં મતદાન, 4 મેના રોજ આવશે પરિણામો; જાણો સંપૂર્ણ શિડ્યુલ

0
155
Election 2026
Election 2026

Election 2026: ભારતીય ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સાથે જ આ રાજ્યોમાં આજથી જ ‘આદર્શ આચારસંહિતા’ લાગુ થઈ ગઈ છે. આ લોકશાહીના પર્વમાં કુલ 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Election 2026:  કયા રાજ્યમાં ક્યારે મતદાન?

Election 2026
Election 2026

ચૂંટણી પંચના જાહેર કર્યા મુજબ મતદાન અને પરિણામની વિગતો નીચે મુજબ છે:

  • આસામ, કેરલમ અને પુડુચેરી: 9 એપ્રિલ (એક જ તબક્કામાં મતદાન)
  • તમિલનાડુ: 23 એપ્રિલ (એક જ તબક્કામાં મતદાન)
  • પશ્ચિમ બંગાળ: 23 એપ્રિલ અને 29 એપ્રિલ (બે તબક્કામાં મતદાન)
  • પરિણામ (મતગણતરી): 4 મે, 2026
Election 2026
Election 2026
Election 2026

Election 2026:  બેઠકોનું ગણિત

રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશકુલ બેઠકોમતદાનની તારીખ
પશ્ચિમ બંગાળ29423 અને 29 એપ્રિલ
તમિલનાડુ23423 એપ્રિલ
કેરલમ1409 એપ્રિલ
આસામ1269 એપ્રિલ
પુડુચેરી309 એપ્રિલ

 જાહેરાત પહેલા મમતા બેનર્જીનો ‘માસ્ટરસ્ટ્રોક’

ચૂંટણીની તારીખો જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યના પુરોહિતો અને મોઅઝ્ઝીનોના માસિક વેતનમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે, હવે તેમને દર મહિને 2000 રૂપિયા માનદ વેતન મળશે.

 ચૂંટણીની સુરક્ષા અને તૈયારીઓ

  • મતદાન કેન્દ્રો: સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 2.19 લાખ મતદાન કેન્દ્રો ઊભા કરાશે.
  • સ્ટાફ: અંદાજે 25 લાખ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રક્રિયામાં જોડાશે.
  • ગુજરાત કનેક્શન: આ પાંચ રાજ્યોની સાથે ગુજરાતની એક ખાલી પડેલી બેઠક પર પણ પેટા-ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો :ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ‘ઓપરેશન DIGGI-2’ માં એક આતંકી ઠાર, પૂંછમાં ફરજ દરમિયાન જેસીઓ શહીદ