Education News: દેશમાં ઘણા લોકો છે, જે શિક્ષક બનવા માગે છે. જો તમે પણ આગામી સમયમાં શિક્ષક બનવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા ઘણા જ કામના છે. હાલ દેશમાં શિક્ષક બનવા માટે બીએડની ડિગ્રી હોવી અનિવાર્ય છે. જો કે, હવે આગામી વર્ષથી બીએ-બીએડ અને બીએસસી-બીએડ કોર્સ બંધ કરવામાં આવી રહ્યો છે.
Education News : નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે NCTE દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આગામી વર્ષથી ચાર વર્ષના બીએ-બીએડ અને બીએસસી-બીએડ કોર્સ બંધ કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ હવે સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ શરૂ કરાશે. આ સાથે સમગ્ર અભ્યાસક્રમને બદલી નાખવામાં આવશે.
Education News : આ કોર્સને બીએ-બીએસસીના વિદ્યાર્થીઓ સાથે જ બીકોમના વિદ્યાર્થીઓ પણ કરી શકશે. આ નિર્ણય દ્વારા સરકારનો પ્રયાસ છે કે, નવી શિક્ષણ નીતિ હેઠળ નવા શિક્ષકોને તૈયાર કરવામાં આવે.
Education News : આગામી વર્ષથી આઈટીઈપી લાગૂ કરવામાં આવશે
NCTEના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, હાલ જ કોર્સ ચાલી રહ્યા છે, તે અંતિમ છે. વર્ષ 2025-26 આ કોર્સમાં એડમિશન લઈ શકાશે નહીં. આગામી વર્ષથી આઈટીઈપી લાગૂ કરવામાં આવશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓએ NCTEની વેબસાઈટ પર નવા કોર્સ માટે અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 5 માર્ચ નક્કી કરવામાં આવી છે.
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने