સિસોદિયાએ કૌભાંડમાં ૪૩ સિમ-કાર્ડનો ઉપયોગ કર્યો : ED
સિસોદિયાને રૂ. ૬૨૨.૬૭ કરોડ રૂપિયા મળ્યા : ED
દારુ નીતિ કૌભાંડમાં ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરી રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી મીનીસ્ટર મનિષ સિસોદિયાને લઈને ઇડીએ મોટો દાવો કર્યો છે. ઇડીએ ચાર્જશીટમાં કહ્યું છે કે, “ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને અલગ-અલગ માધ્યમો દ્વારા ૬૨૨.૬૭ કરોડ રૂપિયા મળ્યા હતા. દિલ્હીની નવી આબકારી નીતિ હેઠળ તેમણે જે ચેનલો દ્વારા નાણાં મેળવ્યા હતા તેમાં POC ક્રેડિટ નોટ્સ, હવાલા ચેનલ અને ડાયરેક્ટ કિકનો સમાવેશ થાય છે. મનીષ સિસોદિયાએ કૌભાંડમાં ૧૪ મોબાઇલ ફોનમાં ૪૩ સિમ-કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જે માત્ર પાંચ આપના નેતાઓનાં નામ પર હતાં.”