HomeDeshખાદ્ય તેલના ભાવમાં રૂપિયા ૨૦ સુધીનો ઘટાડો

ખાદ્ય તેલના ભાવમાં રૂપિયા ૨૦ સુધીનો ઘટાડો

સરકારે ખાદ્યતેલ બનાવનાર કંપનીઓને આપ્યા ભાવ ઘટાડવાના નિર્દેશ

ગૃહિણીઓ માટે હાલમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે, ખાદ્ય તેલના ભાવમાં હાલમાં ઘટાડો જોવા મળ્યો છે. અદાણી વિલ્મર, મધર ડેરી અને જેમિનીએ તેમની ખાદ્યતેલ બ્રાન્ડ્સ ફોર્ચ્યુન, ધારા અને જેમિની ઓઈલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 20 સુધીનો ઘટાડો કર્યો છે. કંપનીઓને આ ભાવ ઘટાડવાનો નિર્દેશ સરકારે આપ્યો છે. નવા ભાવ સાથે ખાદ્યતેલ પેક મેળવવા માટે ગ્રાહકોને હજુ પણ 7થી 10 દિવસ રાહ જોવી પડશે. સરકારની સલાહ બાદ કેટલીક ખાદ્ય તેલ કંપનીઓએ રાંધણ તેલના ભાવમાં 6 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments