Kailash Gehlot: વધુ એક AAP નેતાની મુશ્કેલી વધી, EDએ કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું

0
271
Kailash Gehlot: વધુ એક AAP નેતાની મુશ્કેલી વધી, EDએ કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું
Kailash Gehlot: વધુ એક AAP નેતાની મુશ્કેલી વધી, EDએ કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું

Kailash Gehlot: લીકર કૌભાંડમાં દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટીના વધુ એક નેતાની મુશ્કેલીઓ વધવાની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આજે દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને પૂછપરછ માટે બોલાવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે.

Kailash Gehlot: ED એ કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું
Kailash Gehlot: ED એ કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું

Kailash Gehlot: દિલ્હી દારૂ કૌભાંડમાં ED નું સમન્સ

લીકર કૌભાંડમાં દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. હવે માહિતી આવી રહી છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યા છે. EDએ ​​કૈલાશ ગેહલોતને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં તપાસ એજન્સીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓની ધરપકડ કરી ચૂકી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે કૈલાશ ગેહલોત એ જૂથનો ભાગ હતો જેણે આ દારૂ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને આ ડ્રાફ્ટ દક્ષિણના જૂથને લીક કરવામાં આવ્યો હતો.

‘દારૂના ધંધાર્થીને સરકારી મકાન અપાયું’

આ ઉપરાંત, AAP નેતા પર દક્ષિણના દારૂના વેપારી વિજય નાયરને તેમનું સત્તાવાર નિવાસસ્થાન આપવાનો પણ આરોપ છે. EDએ અગાઉ એમ પણ કહ્યું હતું કે કૈલાશ ગેહલોતે આ સમયગાળા દરમિયાન પોતાનો મોબાઈલ નંબર પણ ઘણી વખત બદલ્યો હતો. ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી છે. તમને જણાવી દઈએ કે કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં પરિવહન મંત્રી છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં તપાસ એજન્સીઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓની ધરપકડ કરી ચૂકી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો