પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં EDએ અભિનેતા પ્રકાશ રાજને સમન્સ

0
317
Prakash Raj
Prakash Raj

Prakash Raj money laundering case : અભિનેતા પ્રકાશ રાજની મુસીબતો વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા છે. પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં EDએ તમિલનાડુના તિરચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા. પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj) પ્રણવ જ્વેલર્સની જાહેરાત કરે છે. દરોડા બાદ તપાસ એજન્સીએ હવે પ્રકાશ રાજને નોટિસ ફટકારી છે.

EDને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા :

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના તિરચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સમાં PMLA હેઠળ સર્ચ ઓપરેશન દરમિયાન આવા ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં લગભગ 23 લાખ 70 હજાર રૂપિયાના શંકાસ્પદ લેવડદેવડની માહિતી મળી હતી. એટલું જ નહીં EDએ સર્ચ દરમિયાન 11 કિલો 60 ગ્રામ સોનાના દાગીના પણ જપ્ત કર્યા હતા.

Pranav Jewele

ગોલ્ડ સ્કીમ દ્વારા 100 કરોડ રૂપિયા એકત્ર

તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રણવ જ્વેલર્સના લોકોએ ગોલ્ડ સ્કીમ દ્વારા જનતા પાસેથી એકત્ર કરાયેલા 100 કરોડ રૂપિયાનું રોકાણ અનેક શેલ કંપનીઓ દ્વારા કર્યું હતું. ED અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા લોકોએ છેતરપિંડીથી મેળવેલા નાણાંને અન્ય શેલ કંપનીમાં ડાયવર્ટ કરી દીધા હતા.

પ્રકાશ રાજ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે ચંદ્રયાન 3 પર તેમની વાંધાજનક ટિપ્પણી અને અગાઉના નિવેદનો માટે વિવાદોમાં રહેલા પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj) પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તે આ જ્વેલર કંપનીની જાહેરાતનો ચહેરો રહ્યો છે. પરંતુ પ્રણવ જ્વેલર્સની કૃત્યની જાણ થતાં જ તેણે મૌન જાળવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં તેઓ પણ હવે તપાસ એજન્સીના રડાર પર છે. આ કેસમાં ED ટૂંક સમયમાં તેમને (Prakash Raj) સમન્સ પાઠવ્યું છે અને પૂછપરછ માટે બોલાવી છે.