Economic Toll of War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં અનેક મોટી ઘટનાઓ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક એલાને દુનિયાને ચોંકાવી દીધી છે, તો બીજી તરફ આ યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના કચ્છમાં પણ જોવા મળી રહી છે.
Economic Toll of War:. ટ્રમ્પનું મોટું એલાન: પાવર પ્લાન્ટ પર હુમલો ટળ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથે ચાલી રહેલી વાતચીતના સકારાત્મક વલણને જોતા આગામી ૫ દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ સૈન્ય હુમલો કરવામાં આવશે નહીં. જોકે, ઈરાની મીડિયા અને દૂતાવાસે આ વાતને ફગાવી દેતા કહ્યું છે કે કોઈ વાતચીત થઈ નથી, ટ્રમ્પ ઈરાનની ચેતવણીથી ડરીને પાછળ હટ્યા છે.
Economic Toll of War: કચ્છના પરિવહન ક્ષેત્ર પર ‘યુદ્ધ’ની અસર

મિડલ ઈસ્ટની કટોકટીની સીધી અસર હવે ગુજરાતના કચ્છમાં જોવા મળી રહી છે:
- ટ્રાન્સપોર્ટેશન મોંઘું: કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (KMCTWA) એ દરોમાં ૨૦% નો વધારો જાહેર કર્યો છે.
- ડીઝલના ભાવ: ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવ વધીને રૂ. ૧૧૨ પ્રતિ લિટર થઈ ગયા છે.
- સ્પેરપાર્ટ્સ: ટાયર અને સ્પેરપાર્ટ્સના ભાવમાં પણ ૩ થી ૪ ટકાનો વધારો ઝીંકાયો છે.
Economic Toll of War: ભારતની મોટી રાજદ્વારી સફળતા
યુદ્ધ વચ્ચે પીએમ મોદીના પ્રયાસો રંગ લાવ્યા છે. ઈરાને વધુ બે ભારતીય એલપીજી ટેન્કરો, **’જગ વસંત’ અને ‘પાઈન ગેસ’**ને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધીમાં કુલ ૫ ભારતીય જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે.
Economic Toll of War: યુદ્ધના મેદાનના અન્ય મોટા સમાચાર:
- ઇઝરાયલના હુમલા: એક તરફ ટ્રમ્પે હુમલા ટાળ્યા છે, ત્યારે ઇઝરાયલે તેહરાન અને લેબનાનમાં તેના હુમલા તેજ કર્યા છે. લેબનાનમાં અત્યાર સુધી ૧,૦૨૯ લોકોના મોત થયા છે.
- શેરબજારમાં કડાકો: યુદ્ધના ડરે એશિયન બજારો (ચીન, હોંગકોંગ, જાપાન) માં ૨% થી ૩.૫% સુધીનો ઘટાડો નોંધાયો છે.
- સોનું સસ્તું થયું: સુરક્ષિત રોકાણ તરીકે ડોલરની માંગ વધતા સોનાના ભાવમાં ૬% નો ઘટાડો જોવા મળ્યો છે.
- રશિયાની એક્ઝિટ: રશિયાએ ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટમાંથી પોતાના કર્મચારીઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ભારતીય વિદ્યાર્થીઓની કફોડી હાલત
ઈરાન-અઝરબૈજાન બોર્ડર પર આશરે ૧૮૦ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમની મેન્ટલ હેલ્થ બગડી રહી છે અને તેઓ વતન પરત ફરવા માટે ભારત સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ગુજરાતમાં ઈંધણનું સંકટ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો ખૂટ્યો, પંપો પર વાહનચાલકોની લાંબી કતારો



