ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

0
45
ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર
ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

ઇકો ફ્રેન્ડલી ગુજરાત: 1 હજારથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં ટોચ પર

દેશમાં કુલ 5899 CNG સ્ટેશનમાંથી 17 ટકા જેટલા સ્ટેશનનું નેટવર્ક ગુજરાતમાં

પાઇપલાઇન ગેસના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર

ઇકો ફ્રેન્ડલી ગુજરાત : વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. પરિણામે, ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. , CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જુલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓને આવરી લે છે.

CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.

CNG સ્ટેશનની સંખ્યામાં – ટૉપ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ

ગુજરાત        1,002

ઉત્તરપ્રદેશ      819

મહારાષ્ટ્ર       778

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)        480

હરિયાણા       349

કર્ણાટક 319

રાજસ્થાન       257

મધ્યપ્રદેશ      241

તમિલનાડુ      220

પંજાબ  209

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.