EC Press Conference Today: પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીનું બ્યુગલ વાગશે; આજે સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

0
126
Election Commission

EC Press Conference Today: દેશના રાજકીય ફલક પર આજે સૌથી મોટો દિવસ છે. ચૂંટણી પંચ આજે સાંજે 4 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે.

EC Press Conference Today:  બેઠક અને તબક્કાવાર ચૂંટણીની શક્યતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુમાં સુરક્ષા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બે તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જ્યારે કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં ચૂંટણી પતી જાય તેવી ધારણા છે.

 EC Press Conference Today: મતદાર યાદીમાં મોટો ફેરફાર: લાખો નામ કપાયા

EC Press Conference Today

SIR (Special Summary Revision) પ્રક્રિયા બાદ મતદાર યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે:

  • તમિલનાડુ: સૌથી વધુ 74 લાખથી વધુ નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.
  • પશ્ચિમ બંગાળ: અહીં પણ અંદાજે 58 લાખ લોકોના નામ કાપવામાં આવ્યા છે.
  • કેરળમાં 8 લાખ અને આસામમાં 2 લાખ નામ દૂર કરાયા છે.

 પાંચ રાજ્યોની વર્તમાન રાજકીય સ્થિતિ અને પડકારો

રાજ્યવર્તમાન સ્થિતિમુખ્ય પડકાર / મુદ્દો
પશ્ચિમ બંગાળTMC (મમતા બેનર્જી)મમતા બેનર્જી સતત ચોથીવાર CM બનીને ઈતિહાસ રચવા મેદાનમાં છે, સામે BJP મુખ્ય પડકાર છે.
આસામBJP (હિમંતા બિસ્વા સરમા)ભાજપનો ‘મિશન 100+’ નો ટાર્ગેટ. કોંગ્રેસે 10 પક્ષો સાથે ગઠબંધન કરી મોરચો માંડ્યો છે.
તમિલનાડુDMK (એમ.કે. સ્ટાલિન)છેલ્લા 60 વર્ષથી અહીં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK પર સૌની નજર રહેશે.
કેરળLDF (પીનરાઈ વિજયન)ડાબેરીઓનો ગઢ. BJP અહીં પ્રથમવાર વિધાનસભા બેઠક જીતીને ખાતું ખોલવા એડીચોટીનું જોર લગાવશે.
પુડુચેરીAINRC-BJP ગઠબંધનભાજપ સીધી રીતે સત્તામાં ભાગીદાર છે. કોંગ્રેસ-DMK ગઠબંધન સત્તા વાપસી માટે પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો :ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ‘ઓપરેશન DIGGI-2’ માં એક આતંકી ઠાર, પૂંછમાં ફરજ દરમિયાન જેસીઓ શહીદ