ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તિવ્રતા

    0
    174

    ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપીયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે(UMSC) જણાવ્યું કે, ઈન્ડોનેશિયામાં રવિવારે સવારે સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 અને 5.8 આંકવામાં આવી છે.યુએમએસસીએ જણાવ્યું હતું કે, રવિવારે વહેલી સવારે કેપુલુઆન બાટુમાં બે ભૂકંપ આવ્યા હતા. રવિવારે આવેલા ભૂકંપના પ્રથમ આંચકાની તીવ્રતા 6.1 હતી. થોડા કલાકો બાદ 5.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો.યુએમએસસીએ જણાવ્યું કે, પહેલો ભૂકંપ 43 કિમીની ઉંડાઈએ હતો જ્યારે બીજો 40 કિમીની ઊંડાઈએ હતો. જોકે હજુ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.