ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચાક
ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ
ભૂકંપમાં એક વ્યકતિનું મોત
ભૂકંપમાં બે લોકો ઘાયલ
ભૂકંપઃશુક્રવારે ઈન્ડોનેશિયામાંમાં ભૂકંપથી એક મહિલાનું મોત થયું હતું, બે લોકો ઘાયલ થયા હતા અને મોટી સંખ્યામાં ઘરોને નુકસાન થયું હતું. યુએસ જિયોલોજિકલ સર્વેએ શુક્રવારે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને તેનું કેન્દ્ર બંબંગાલીપુરોથી 84 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું. આ સ્થળ યોગકાર્તા પ્રાંતના બંતુલમાં આવેલું છે. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા બાદ ગભરાટમાં ભાગતી 67 વર્ષીય મહિલાનું પડી જવાથી મૃત્યુ થયું હતું.
ભૂકંપમાં બે અન્ય લોકો ઘાયલ થયા હતા. શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પૂજા સ્થાનો અને સરકારી સંસ્થાઓ સહિત ઓછામાં ઓછા 93 મકાનો અને ઇમારતોને ભૂકંપથી નુકસાન થયું હતું.
સુનામી નહીં આવે
ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઈમેટોલોજી અને જીઓફિઝિકલ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી, પરંતુ તેમણે વધુ આફ્ટરશોક્સની ચેતવણી આપી છે. એજન્સીએ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 6.4 નોંધાઈ હતી.
2006માં ખતરનાક ભૂકંપ આવ્યો હતો
અગાઉ યોગકાર્તામાં 2006માં ભયાનક ભૂકંપ આવ્યો હતો, જ્યારે લગભગ 6,200 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 1.30 લાખ લોકો ઘાયલ થયા હતા. જો કે, આ સમય દરમિયાન અહીંના મંદિરો અને ઐતિહાસિક સ્થળોને કોઈ ખાસ નુકસાન થયું નથી. 270 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ધરતીકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને સુનામી વારંવાર થાય છે.
સદનસીબે ભૂકંપની તિવ્રતા વધારે નોંધાઈ હોવા છતાં પણ આ ભૂકંપમાં વધારે જાનહાનિ થઈ નથી
નુકસાનનું મૂલ્યાંકન
ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે એજન્સી યોગકાર્તા શહેર અને ગુનુંગ કિડુલ અને કેબુમેન જિલ્લામાં ઘરોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. ઇન્ડોનેશિયામાં ધરતીકંપ સામાન્ય છે કારણ કે તે ધરતીકંપની રીતે સક્રિય પ્રદેશમાં સ્થિત છે. આ દેશ રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટ્સ અથડાય છે.
વાંચો અહીં ગુજરાતમાં ભારે વરસાદ