Dussehra 2023 : આ વખતે દશેરાએ રાવણ દહન કરવું મોંઘુ પડશે

0
244
Ravana Dahan
Ravana Dahan

Dussehra 2023 : નવરાત્રિનો રંગ બરાબર જામ્યો છે, ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવલી નવરાત્રિના દશામાં દિવસને આપને સૌ દશેરા તરીકે ઓળખીએ છીએ. આ વખતે દશેરા 24 ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવાશે. ત્યારે બીજી તરફ વધતી જતી મોંઘવારીના પગલે રાવણ દહનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે. પરિણામે હવે લોકોને વિજ્યાદશમી (Dussehra) ના દિવસે રાવણના પૂતળા દહન કરવા વધુ પૈસા ચૂકવવા પડશે.

પૂતળા બનાવવાની સામગ્રીમાં ભાવ વધારો :

રાજ્યભરમાં દશેરાના દિવસે ઠેર-ઠેર રાવણ પૂતળાના દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ પૂતળા જેનાથી બનાવવાના આવે છે તે સામગ્રીમાં વધારો થયો છે. જેથી આ વર્ષે રાવણના પૂતળા દહનના કાર્યક્રમમાં ખર્ચ વધી જશે.

રાવણના પૂતળા બનાવનાર એક કારીગરે કહ્યું કે, રાવણ પૂતળાના પ્રતિ ફૂટ 200 રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે 1 ફૂટનો ભાવ રૂ.600 હતો. જે આ વર્ષે વધીને રૂ.800 રૂપિયાએ પહોંચ્યો છે. રાવણનું પૂતળું બનાવવા ગુંદર, પૂઠા, વાસ, સૂતળી, ફટાકડા સહિતની વસ્તુઓનો ઉપયોગ થાય છે, જે તમામ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેથી હવે જે રીતે ઓર્ડર મળે તે મુજબ 20 થી 80 ફૂટના રાવણ તૈયાર કરવામાં આવે છે.

સુરતમાં રાવણ દહનને લઈ તડામાર તૈયારીઓ શરૂ :

સુરતમાં આદર્શ રામ-લીલા સેવા સમિતિ દ્વારા આ વખતે પણ રાવણ દહનના કાર્યક્રમને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ મથુરાથી બોલાવવામાં આવેલા કારીગરો દ્વારા 65 ફૂટ ઊંચા રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 40 દિવસથી મથુરાના કારીગરો દ્વારા 65 ફૂટ ઊંચો રાવણ બનાવવાની કામગીરી ચાલી રહી છે. 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પૂતળાનું દહન આગામી 24મી ઓક્ટોબરના રોજ સુરતના વેસુ સ્થિત વિશાળ મેદાનમાં ભવ્ય આતશબાજી વચ્ચે થવા જઇ રહ્યું છે. જે કાર્યક્રમમાં હજારોની જન મેદની ઉમટી પડશે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, વિજ્યાદશમી (Dussehra)એ અસત્ય ઉપર સત્યનો વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણ સાથે સતત નવ દિવસ ચાલેલા યુદ્ધને દશમાં દિવસે જીતીને રાવણ વધ કર્યું હતું, આ શુભ પર્વને વિજ્યાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરા (Dussehra)ના દિવસને શુભ માનવામાં આવે છે તેથી નવા વાહન, મકાન, દુકાનના લે-વેચ આ શુભ દિવસે ખાસ કરવામાં આવે છે, શસ્ત્રપુજનની વિધિ પણ દશેના દિવસે કરવામાં આવે છે.  

દેશ, દુનિયા અને અન્ય સમાચાર વાંચવા – અહી કલિક કરો –