આણંદ : ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું
અલગ અલગ રાજ્યની શૈક્ષણિક સંસ્થાની ૨૦ માર્કશીટ સાથે બંટી બબલી ઝડપાયા
આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું છે. સમગ્ર રાજ્યમાંથી આણંદ જિલ્લામાં વિદેશ ગમન કરનારની સંખ્યા વિશેષ હોય છે જેથી સસ્તી અને સચોટ માર્ગ દર્શન આપતી જાહેરાતવળી વિદેશ મોકલવાની એજન્સીઓ પણ વધુ જોવા મળી રહી છે.આવી છેતરામણી જાહેરાત થી પ્રેરાઈ ને વિદેશ ગમન ઇચ્છતા યુવક યુવતીઓ વધુ નાણાં કમાઇ લેવાની લાલચે ખોટી અને બનાવટી માર્કશીટ ના આધારે આવી એજન્સી ઓના ચક્કરમાં આવી જાય છે અને નાણાં ગુમાવે છે . હજુ થોડા સમય પહેલા જ ચાંગા થી ડુપ્લીકેટ માર્કશીટ નું કોભાંડ ઝડપાયું હતું એની શાહી સુકાઈ નથી ત્યાં ફરી આણંદ ના વિદ્યાનગર રોડ ઉપરથી ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું છે.આણંદના વિદ્યાનગર રોડ ઉપરથી ડુપ્લીકેટ માર્કશીટ નું કોભાંડ ઝડપાયું છે. આણંદના વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઓવરસીઝ વીઝા કન્સલ્ટન્સીમાં આણંદ એસઓજી પોલીસે છાપો મારી રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટો તેમજ સર્ટીઓ ઝડપી પાડયા હતા. આ મામલે વધુ તપાસ કરતા આ ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના ગુનામાં સંડોવાયેલા પવનકુમાર ભારતી નામનો શખ્સ જે વડોદરા નો છે આ બંનેની પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસે એક મહિલા સહિત બેને ઝડપી પાડી બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આરોપીઓની પૂછપરછમાં આ અંગે વધુ ખુલાસા થઈ શકે છે. અને અન્ય કયા આરોપીઓ આ કૌભાંડમાં સંડોવાયલા છે. તે પણ પોલીસ તપાસમાં જાળી શકાશે .ત્યારે હાલતો પોલીસે સમગ્ર કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાતા ચકચાર મચી છે.
વાંચો અહીં આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ