drink alcohol : ગુજરાત રાજ્ય આમ તો ડ્રાય સ્ટેટ છે, પરંતુ જે રીતે અવારનવાર રાજ્યમાંથી દારૂ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાંથી સમજી શકાય છે કે ગુજરાત નામ પુરતું જ ડ્રાય સ્ટેટ છે, રાજ્યમાં વિદેશી દારૂનું વેચાણ તંત્રની રહેમ નજર હેઠળ બેફામ ચાલી રહ્યું છે, પરંતુ આજે અમારે તમને તંત્રની વાત નથી કરવી કે તે કેવું કામ કરી રહ્યું છે. પરંતુ આજે એક એવા ટોપિક પર વાત કરવી છે કે જો તમે વિદેશી દારૂનું સેવન કરો છો તો તમારે એક દિવસમાં કેટલા પ્રમાણમાં (drink alcohol) દારૂ પીવો જોઈએ ?
ઘણા લોકો માને છે કે દિવસના 1-2 પેગ દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન પંહોચતુ નથી, એવામાં હાલ WHOએ જણાવ્યું છે કે દરરોજ કેટલી દારૂના સેવનને સુરક્ષિત માનવામાં આવે છે? વાંચો અમારો આ ખાસ અહેવાલ

આખી દુનિયામાં દારૂ પીવાવાળા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. એવામાં હાલ જ 31 ડિસેમ્બર આવી રહી છે આ સમયે દારૂની માંગમાં ઘણો વધારો પણ જોવા મળે છે. લગભગ લોકો ન્યુ યરની પાર્ટીના નામે દારૂનું સેવન (drink alcohol) કરે છે. આમ પણ હાલ દરેક તહેવાર કે ઉજવણી સમયે દારૂપીવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. આવી રીતે ઘણા લોકોને દારૂ પીવાની આદત લાગી જાય છે અને તેઓ દરરોજ આલ્કોહોલનું સેવન કરવા લાગે છે.
આલ્કોહોલનું કેટલું સેવન કરવું જોઈએ? | how much drink alcohol should be consumed?

હવે એ વાત તો જાણીતી જ છે કે વધુ પડતું દારૂનું સેવન કરવાથી કેન્સર, લીવર ફેલિયર સહિત ઘણી જાનલેવા બીમારીઓ થાય છે. આમ છતાં ઘણા લોકોનું એવું આનવું છે કે દરરોજ માપમાં દારૂ પીવાથી આવી કોઈ સમસ્યા થતી નથી. એવામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે દરરોજ કેટલા દારૂના સેવનને સુરક્ષિત માનવામાં આવે છે? એવામાં હાલ WHOએ જણાવ્યું છે કે આલ્કોહોલનું કેટલું સેવન કરવું જોઈએ..
અંહી ઘણા લોકો માને છે કે દિવસના 1-2 પેગ દારૂનું સેવન (drink alcohol) કરવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન પંહોચતુ નથી, તો ઘણા લોકો એવું માને છે કે 3-4 પેગ પીવા નોર્મલ છે. આ સાથે જ ઘણી રિસર્ચમાં આલ્કોહોલના સેવનના ઘણા ફાયદાઓ પણ બતાવવામાં આવ્યા છે. એવામાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન એટલે કે WHOએ આ જ વર્ષે આલ્કોહોલને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં ઘણી ચોંકાવનારી વાતો પણ કહી હતી.

WHOએ આલ્કોહોલના સેવનની સાચી મર્યાદા જણાવી | WHO revealed the true limit of drink alcohol
રિપોર્ટ અનુસાર દારૂનું એક ટીપું પણ સુરક્ષિત ન ગણી શકાય. વાઇન અથવા અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સની થોડી માત્રા પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. લોકોએ બિલકુલ દારૂ નું સેવન (drink alcohol) ન કરવું જોઈએ. WHO ઘણા વર્ષોના મૂલ્યાંકન પછી આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે. આલ્કોહોલનું પહેલું ટીપું પીવાથી કેન્સર, લીવર ફેલિયર સહિત અનેક ગંભીર રોગોનું જોખમ વધી જાય છે. દારૂ કે બિયરના એક પેગને પણ સલામત માનવા એ લોકોમાં એક ખોટી માન્યતા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ સ્ટડીથી એવું સાબિત નથી થયું કે આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. આવા સંશોધન વિવાદોથી ઘેરાયેલા છે. વર્ષો પહેલા ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે આલ્કોહોલને ગ્રુપ 1 કાર્સિનોજેનમાં સામેલ કર્યો હતો. કાર્સિનોજેન્સ કેન્સર પેદા કરતા જૂથમાં સામેલ છે.
આ ખતરનાક જૂથમાં એસ્બેસ્ટોસ, રેડિયેશન અને તમાકુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર આલ્કોહોલ જ નહીં, તમાકુ અને રેડિયેશન પણ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે. તો હવે આપ કોઈ પણ પાસેથી એવું સાંભળો કે વાંચો કે દારૂ પીવાથી આટલા ફાયદા થાય છે તો તુરંત જ આ અમારા સમાચાર તેમને વંચાવી દેવાના.
નોંધ : દારૂનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે !
તમે આ પણ વાંચી શકો છો