છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. લીલા શાકભાજી ઉપરાંત બટાકાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. સામાન્ય જનતા મોંઘવારીમાં પીસાઇ રહી છે . લીલા શાકભાજીના ભાવ સતત ડોઝ મધ્યમવર્ગ મજબુરીમાં સહન કરી રહ્યો છે. અમદાવાદની તમામ શાકમાર્કેટમાં ગૃહીણીઓ લીલા શાકભાજીના ભાવ જાણીને નિસાસા નાખી રહી છે. હવે ચોમાસાના વિદાયની તૈયારી થઇ ચુકી છે. ફરી એક વાર લીલા શાકભાજીના ભાવમાં બે ગણો ઉછાળો આવ્યો છે. અને લગભગ તમામ શાક દોઢથી બે ગણા ભાવે માર્કેટમાં વેચાઈ રહ્યા છે. લીલા શાકભાજીના ભાવમાં ઉછાળા પાછળનું કારણ આ વર્ષે ચોમાસું નિયમિત હતું પરંતુ છેલ્લા એક મહિનામાં વરસાદ ખેંચાયો અને શાકભાજીના પાકને જયારે પિયતની જરૂર હતી ત્યારે સમયસર પાણી ન મળ્યું અને જયારે વરસાદે ફરી એક વાર એન્ટ્રી કરી ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું આ સંજોગોમાં શાકભાજીની ઉપજ ઓછી થઇ હોવાને કારણે લીલા શાકભાજીના ભાવમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ટામેટાના ભાવ એક સમયે રૂપિયા ૨૫૦ કિલો સુધી પહોંચ્યા હતા જે હાલ ભલે 30થી 40 રૂપિયે કિલો મળતા હોય પરંતુ ખેડૂતોને કિલોના 2 રૂપિયા માંડ મળી રહ્યા છે. જેણે લઈને ખેડુઓ ટામેટા ખુલ્લામાં ફેંકવા મજબુર બન્યા છે. હાલ સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે.
શાકમાર્કેટમાં ગૃહીણીઓ શાકભાજીના ભાવ સાંભળીને નાખે છે નિસાસા !
શાકભાજી ઉપરાંત કઠોળ, ખાદ્યસામગ્રી, અનાજ, વીજળી સહિતની જીવન જરૂરિયાતોમાં અસહ્ય ભાવ વધારો ગરીબ અને મધ્યમવર્ગ ખાસ કરીને શાન કરી રહ્યો છે. તહેવારોની સીઝન શરુ થઇ ચુકી છે અને તહેવારો ટાણેજ તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો સતત નોંધાતા કરોડો પરિવારોની થાળીમાંથી જાણે પોષણયુક્ત આહાર ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યમાં કુપોષણના રીપોર્ટ ચોંકાવનારા રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર યોજનાઓને આધારે જનતાને લોલીપોપ આપી રહી છે ત્યારે સવાલ અનેક છે અને સામાન્ય જનતા સરકારને પૂછી રહી છે કે થોડી મોંઘવારી ઓછી થશે તો આપોઆપ અનેક ઘરમાં પોષણયુક્ત ખોરાક બનતો થશે પરંતુ સરકારની તિજોરી ટેક્ષ થી છલકાઈ રહી છે અને સામાન્ય પરિવારોના બજેટ પર કાતર ફરી રહી છે