Donald Trump: નોબેલ શાંતિ પુરસ્કાર આપવો જોઈએ
ઈઝરાયલી સરકારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. અમેરિકાની મુલાકાતે ગયેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે લાયક ઉમેદવાર ગણાવ્યા અને કહ્યું કે, ‘તમે નોબેલ શાંતિ પુરસ્કાર માટે હકદાર છો.’ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની સરકાર તરફથી નોબેલ પુરસ્કાર સમિતિને મોકલવામાં આવેલા પત્ર પણ સોંપ્યો છે.

Donald Trump: બેન્જામિન નેતન્યાહૂની અમેરિકાની આ ત્રીજી મુલાકાત
અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર સોંપતી વખતે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ‘તમને આ (નોબેલ શાંતિ પુરસ્કાર) મળવો જોઈએ. તમે આ સન્માનના સંપૂર્ણપણે હકદાર છો.’ નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી બેન્જામિન નેતન્યાહૂની અમેરિકાની આ ત્રીજી મુલાકાત છે. આ મુલાકાતનો હેતુ ગાઝામાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવાનો છે.
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની અમેરિકાની આ મુલાકાત મહત્તપૂર્ણ છે. અમેરિકાએ ગાઝામાં યુદ્ધ બંધ કરવા માટે ઈઝરાયલ પર દબાણ વધાર્યું છે. તે આ અંગે ચર્ચા કરવા વોશિંગ્ટન આવ્યા છે. અમેરિકા જતા પહેલા નેતન્યાહૂએ કહ્યું કે, ‘મને ટ્રમ્પ પર વિશ્વાસ છે કે તે ગાઝામાં સીઝફાયર લાવશે, જ્યાં ઓક્ટોબર 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે.

Donald Trump: પાકિસ્તાને પણ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપવા કહ્યું હતું
અગાઉ પાકિસ્તાને પણ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપવાની વાત કરી હતી. પાકિસ્તાનના સેના પ્રમુખ આસીમ મુનીરે અમેરિકા મુલાકાત બાદ નોબેલ પુરસ્કારની માંગણી ઉઠાવી હતી.
ટ્રમ્પની નોબેલ પુરસ્કાર માટેની ઇચ્છા
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. વિશ્વના ઘણાં યુદ્ધમાં તેમની દરમિયાનગીરી હોવા છતાં, તેમણે આ ઇચ્છા વિશ્વ સમક્ષ વ્યક્ત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Donald Trump: ને આપો નોબેલ શાંતિ પુરસ્કાર પાકિસ્તાન બાદ ઈઝરાયલની માંગ#DonaldTrump #NobelPeacePrize #Israel #Netanyahu