Dog Lover : વજન ઘટાડ્યા પછી ડોગી તેના માલિકને ઓળખી શક્યો નહીં, વિડીયો જોઈ થઈ જશો ભાવુક

2
94
Dog Lover
Dog Lover

Dog Lover : આજકાલ, પ્રાણીઓને ઘરોમાં રાખવાનું ખૂબ જ લોકપ્રિય છે. આ બધામાં કૂતરો (Dog) એક એવું પ્રાણી છે જેને મોટાભાગના લોકો પાળવાનું પસંદ કરે છે. પ્રાણીઓ આપણા માણસોના ખૂબ સારા અને વફાદાર મિત્રો માનવામાં આવે છે. તેમની વફાદારી અને પ્રેમ ઘણી વખત ઉદાહરણ તરીકે જોઈ શકાય છે. તમે તેમના શરીરમાં ગમે તેટલા ફેરફારો કરો, તેઓ હજુ પણ તેમના માલિકને ઓળખે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ કોઈપણ ભાવુક થઈ જશે અને તેના ચહેરા પર એક મોટું સ્મિત જોવા મળશે. ચાલો જાણીએ આ વીડિયોમાં શું ખાસ છે.

સોશિયલ મીડિયો પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) પર એક યુઝર્સે વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં માલિકે પોતાનું વજન એટલુ બધુ ઉતારી દીધું કે તેનો પાલતુ કૂતરો (Dog) જેને ઓળખી જ શક્યો નહીં, જ્યારે તેને બેન્ચ પર બેસેલા પોતાને મલીકને જઈને સુંઘ્યો ત્યાર બાદ તેને ખબર પડી કે તે માણસ તેનો માલિક છે.

વાસ્તવમાં, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મોટી દાઢીવાળો એક માણસ પાર્કમાં બેન્ચ પર બેઠો છે અને તેની પાછળથી એક કૂતરો તેના ભસ્યો છે, આ વીડિયોમાં એક મહિલા પણ ઉભી છે, જે તેને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરી રહી છે કે તે બેન્ચ પર બેસેલા વ્યક્તિની નજીક જાય. બેન્ચ પર બેઠેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કૂતરાના માલિક છે જેણે વજન ઘટાડ્યું છે. તે વ્યક્તિને અચાનક જોઈને, કૂતરો (Dog) તેને પહેલા તો ઓળખી શક્યો નહીં, પરંતુ તેને સૂંઘીને તેણે તેના માલિકને ઓળખી લીધો અને બધું યાદ આવ્યું, તે પછી તે આનંદથી કૂદી પડ્યો અને તે વ્યક્તિને પ્રેમ કરવા લાગ્યો.

વીડિયો શેર કર્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ તેને લાઈક કર્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 4.2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. કેટલાક લોકો કહે છે કે આ સાચો પ્રેમ છે, જ્યારે કેટલાક લોકો આ વીડિયો પર ભાવુક પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા.   

2 COMMENTS

Comments are closed.