4 જ દિવસમાં Twitter પરના Logoમાંથી ડૉગ ગાયબ

0
36

ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલન મસ્કે ફરી ટ્વિટરનો લોગો બદલ્યો છે. એટલે કે ટ્વિટર ફરી જૂનો લોગો ‘વાદળી પક્ષી (ચકલી)’ દેખાઈ રહ્યો છે. આ ફેરફાર બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે હાલમાં જ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે બ્લુ બર્ડને હટાવીને તેની જગ્યાએ એક ‘શ્વાન’નો લોગો લગાવ્યો હતો, પરંતુ હવે 4 દિવસમાં જ ટ્વિટર પર ચકલી પરત આવી છે, ‘શ્વાન’ હોમ પેજ પરથી ગાયબ થઈ ગયો છે. સોમવાર રાતથી યુઝર્સને તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાદળી પક્ષીની જગ્યાએ શ્વાન દેખાવા લાગ્યો હતો. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે, શું દરેકને ટ્વિટર લોગો પર શ્વાન દેખાય છે. થોડી જ વારમાં #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું હતું કે, કોઈએ ટ્વિટર હેક કર્યું છે. પરંતુ આના થોડા સમય બાદ એલન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે, તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.