Diwali Sweets Recipe : સરળ અને ઝડપી ઘરે બની જાય તેવી દિવાળી મીઠાઈ

3
136
દિવાળી મીઠાઈ મિલ્ક પાઉડર બરફી
દિવાળી મીઠાઈ મિલ્ક પાઉડર બરફી

Diwali Sweets Recipe : દિવાળી મીઠાઈ. બજારમાંથી મળતી મીઠાઈ ખરીદવાની જગ્યા પર આજે ઘરે જ બનાવીએ, ઘરે બનાવામાં મહેનત જરૂર થાય છે પરંતુ ગુણવતાની સાથે સમજોતો નથી કરવો પડતો. આ મીઠાઈઓ નિશ્ચિત રૂપથી તમારો દિવાળીનો તહેવાર ડબલ કરી નાખશે. દિવાળી મીઠાઈ અહિયાં એવી હેલ્થી મીઠાઈઓની લીસ્ટની વાનગીઓની ચર્ચા કરીશું જેને સરળતાથી અને ઝડપી બની જાય છે, જો કે દિવાળીની મીઠાઈઓ હેલ્થી નથી હોતી પણ સ્વાદિષ્ટ તો હોય છે. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહે તેવી ડાયટમાં પણ લઈ શકાય એવી મીઠાઈઓ બનાવીશું. “જે નાના-મોટા બધાને ભાવેશે જ”.

આશા છે કે તમે આને અજમાવશો અને મને જણાવશો કે તમને કેવી લાગી. ચાલો,તો શરુ કરીએ દિવાળી મીઠાઈઓની રેસીપી:

૧. મિલ્ક પાઉડર બરફી – મિલ્ક પાઉડર બરફી એ એક સરળ અને ઈન્સ્ટનટ ભારતીય બરફી છે. ફક્ત ૧૫ મીનીટમાં બની જાય એટલી ઝડપી. એક નોન સ્ટીકપેન માં ઘી ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર અને ફેટી દૂધ ઉમેરો અને મિક્ષ કરો. ૧-૨ મિનીટ સાંતળો જ્યાં સુધી તે સારી રીતે મિક્ષ ના થાય ત્યાં સુધી હલાવો. પાવડર બ્રાઉન ખાંડ ઉમેરો સારી રીતે ભળે નહિ ત્યાં સુધી મિક્ષ કરો. તરત જ એક ટ્રેમાં થોડું ઘી ગ્રીસ કરીને મિશ્રણને સેટ કરવા મુકો. કેસર અને બદામ-પીસ્તા નાખી ગાર્નીશ કરો. ૫-૧૦ મિનીટ ઠંડું થાય એટલે સ્લાઈસ કરીને સર્વિંગ ટ્રેમાં સર્વ કરી મજા માણો સ્વાદિષ્ટ બરફીની.

દિવાળી મીઠાઈ વાનગી મિલ્ક પાઉડર બરફી
દિવાળી મીઠાઈ મિલ્ક પાઉડર બરફી

૨. રવા/ સોજી લડ્ડુ – રવા લડ્ડુ એ દ્ક્ષિણ ભારતીય મીઠાઈ છે. રવાને ભારતના અન્ય ભાગોમાં સોજી પણ કહેવાય છે. રવાને એક પેન માં થોડા ઘી સાથે શેકી લો તેમાં ઝીણું નારિયેળ ઉમેરો. ૬-૭ મિનીટ પછી તેમાંથી સુંગધ આવવા લાગશે. થોડો આછો સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકવું એકદમ બ્રાઉન ન કરવું. ઠંડું થવા માટે બાજુ પર રાખો. ખાંડને પીસીને એકદમ પાઉડર બનાવી લો. શેકેલો રવો અને નારિયેળને પણ પીસી લો. થોડું કર્કશ હોવું જોઈએ. આ મિશ્રણને એક બાઉલમાં નીકાળી તેમાં દૂધ નાખી તેની કણક જેવું બાંધો તેની સાથે ઘીમાં સાંતળેલ ડ્રાયફ્રુટ ને આ મિશ્રણમાં મિક્ષ કરીને લડ્ડુ વાળવાનું શરુ કરો. ઘી પસંદ ન હોય તો દૂધ વડે પણ લડ્ડુ વાળી શકાય. થોડા ઠંડા થાય એટલે મજા માનો રવા લડ્ડુની.

દિવાળી વાનગી રવા/ સોજી લડ્ડુ
દિવાળી મીઠાઈ રવા/ સોજી લડ્ડુ

૩. કોકોનટ બરફી – કોકોનટ એટલે કે નાળિયેરને છીણીને મિક્ષ્ચર ઝીણું કરો. એક પેનમાં ઘી ને ગરમ કરો તેમાં છીણેલું નારિયેળ ઉમેરો. ધીમી આંચ [અર ૨-૩ મિનીટ નારિયેળને હલાવતા રહો. કન્ડેનશ મિલ્ક અને ક્રીમ ઉમેરો. ક્રીમના બદલે દૂધ પણ લઈ શકાય. ક્રીમ/દૂધ અને કન્ડેનશ મિલ્કને મિક્ષ થાય ત્યાં સુધી રાંધો. એમ તો કન્ડેનશ મિલ્ક સ્વીટ હોય છે પણ વધારે સ્વીટ જોઈતું હોય તો ખાંડ નાખીને તમારા સ્વાદ પ્રમાણે ઓગળે નહિ ત્યાં સુધી રાંધો. એક પ્લેટમાં ઘીથી ગ્રીસ કરીને બરફીના મિશ્રણને રેડો. ચમચા વડે કે વાટકી વડે તેને દબાવો. તેને ૧-૨ કલાક ઠંડું થવા કરી સેટ કરો. બરફીને કાજુ- પીસ્તાની કતરણથી ગાર્નીશ કરી સર્વ કરો.

 મીઠાઈ વાનગી કોકોનટ બરફી
દિવાળી મીઠાઈ કોકોનટ બરફી

૪. બદામ બરફી – ભારતીય લોકોની મનપસંદ કાજુ-કરતીની જગ્યાએ આપણે હેલ્થી બદામ બરફી બનાવીશું. બદામ બરફી સમુદ્ધ, સ્વાદિષ્ટ અને મીનીટોમાં તૈયાર થઈ જાય છે. બદામ બરફી ખાલી ૪ જ વસ્તુઓથી બની જશે. એક પેનમાં થોડું ઘી નાખી તેમાં પાણી નાખીશું પાણી થોડું ઉકળે એટલે તેમાં બ્રાઉન સુગર એક કરીશું. શેકેલી બદામનો ભૂકો આ સુગર પેનમાં એડ કરીશું અને ૫ થી ૧૦ મિનીટ સરસ બધું મિશ્રણ મિક્ષ થાય ત્યાં સુધી ગેસ પર જ રાખીશું અને હલાવીશું જેથી નીચે ચિપકે નહિ. થોડું ઘી નાખીને અને ઈલાઈચી નાખી મિક્ષ કરો. કોઈ ટ્રે કે ડીશમાં તેને ઠંડુ કરવા મુકીને પાથરો પછી તેના પીસ્તા-બદામ ની કતરણથી સજાવો અને પર તેને બરફી શેપમાં કાપી લો.

દિવાળી મીઠાઈ વાનગી બદામ બરફી
બદામ બરફી

૫. ખજુર ડ્રાયફ્રુટ લડ્ડુ – ડ્રાયફ્રૂટ સ્વાદિષ્ટ અને ઊર્જા આપનારા લડ્ડુ છે. જે ખુબ જ ઝડપી બની જાય છે. આ ડ્રાયફ્રુટ લડ્ડુ દરેક વ્યક્તિ માટે ઉતમ છે જેઓ સ્વસ્થ અને પોષકતત્વોહતી ભરપુર છે. આના માટે કોઈ માપદંડ નથી ફક્ત તમને ફાવે તેમ તમારી સ્ટાઇલથી પણ બનાવી શકો છો. બધા તમને કે તમારા પરિવારને ભાવતા ડ્રાયફૂટ લઈ તેને શેકી લો. તમે (કાજુ, બદામ, પિસ્તા, પાઈન નટ્સ, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, સન ફ્લાવર સીડ્સ) લઇ શકો છો. બીજી બાજુ ખજુર, જરદાળુ અને અંજીર ને થોડા ઘીમાં ગરમ કરીને થોડા નરમ થાય ત્યાં સુધી શેકી લો. બધાને ઠંડા થવા દો અને ઝીણાં સમારી લો અથવા મિક્ષ્ચરમાં અધકચરા કરી દો. પછી તેના લડ્ડુ બનાવો અને સર્વ કરો.

વાનગી ખજુર ડ્રાયફ્રુટ લડ્ડુ
ખજુર ડ્રાયફ્રુટ લડ્ડુ

૬. રાગી લડ્ડુ – રાગી લડ્ડુ એટલે નાચણીના લડ્ડુ. રાગી લડ્ડુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને પોષકતત્વોથી ભરપુર લડ્ડુ છે. રાગીનો લોટ, ગોળ, બદામ વડે બનાવવામાં આવે છે. ૧ કપ રાગીના લોટને ૨-૩ ચમચી ઘીમાં શેકી તેને ઠંડુ થવા દો. સુકા મગફળી અને બદામને શેકો ઠંડું થાય એટલે તેના છોતરા નીકાળી દો. સુકું નારિયેળ અને ઈલાઈચી (વૈકલ્પિક) છે. ગોળને છીણીને એક બાજુ પર રાખો. આ બધું મિક્ષ કરીને મિક્ષ્ચરમાં મિક્ષકરી ને એકદમ બારીક થઈ જાય ત્યાં સુધી પીસી લો. આ મિશ્રણને નાના-નાના ભાગમાં વેચી લો અને થોડું ઘી હાથમાં લઈને અથવા ઘી વગર ગોળ-ગોળ લાડુ બનાવો. ઓછા ઘી સાથે રાગીના લડ્ડુ તૈયાર છે.

રાગી લડ્ડુ
રાગી લડ્ડુ

તો, આવો જાણીએ નવી-જૂની બધી ટાઈપની વાનગીઓનું લીસ્ટ: દિવાળીના સુકા નાસ્તા

watch VR LIVE NEWS UPDATES everyday on your phone with our app : VR LIVE CHANNEL and website link : www.vrnewslive.com

3 COMMENTS

Comments are closed.