ખિસ્સાને સીધી અસર ,LPG 19 કિગ્રા બાટલો મોંઘો ,GSTના નિયમો બદલાયા

0
76
ખિસ્સાને સીધી અસર ,LPG 19 કિગ્રા બાટલો મોંઘો ,GSTના નિયમો બદલાયા
ખિસ્સાને સીધી અસર ,LPG 19 કિગ્રા બાટલો મોંઘો ,GSTના નિયમો બદલાયા

ખિસ્સાને અસર થાય તેવા સમાચાર નવેમ્બર મહિનાના પહેલા જ દિવસે આવ્યા છે. એક તરફ તહેવારોની સિઝન અને દિવાળીની ખરીદી બજારમાં નીકળશે ત્યારે ફરી એક વાર દેશના નાગરિકોના ખિસ્સાને અસર થશે. કારણકે ઘરેલું ગેસ સિલીન્ડર (LPG) 19 કિલોગ્રામના ભાવમાં તોતિંગ વધારો થયો છે. અને રૂપિયા 103નો વધારો થયો છે. આ ભાવ વધારો આજથી એટલેકે 1 નવેમ્બરથી લાગુ થશે. આ ઉપરાંત આપને જણાવી દઈએ કે GSTના નિયમોમાં ફેરફાર થયા છે જેણે કારણે આ વધારો જોવા મળી રહ્યો છે. GSTમાં ફેરફાર થયા છે. અને તેને કારણે ક્યા અસરો જોવા મળશે તે પણ જાણવું જરૂરી છે. કારણકે દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફાર સાથે શરુ થયો છે. જેમાં મોટા બદલાવ થયા છે તે જોઈએ તો દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલજીપી કીમતોમાં ફેરફાર કરે છે. તહેવારોની સિઝનમાં ગઈ 30 ઓગસ્ટે 14 KG વાળા ગેસ સિલીન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી હતી. અને કોમર્શીયલ ગેસ સિલીન્ડરની કિંમતો સતત વધી રહી છે.

ખિસ્સાને અસર થાય તેવા સમાચાર નવેમ્બરમાં એટલે આવ્યા છે કારણકે GST માં મોટા ફેરફારો નોંધાયા છે. LPG કોમર્શીયલ સિલીન્ડર હવે રાજધાની દિલ્હીમાં 103 રૂપિયા વધતા હવે રૂપિયા 1,833માં મળશે. જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તેની કીમતોમાં 1785.50 રૂપિયા થઇ થઇ ગઈ છે. જે પહેલા 1684 રૂપિયા હતી. ત્યાંજ મહાનગર કલકત્તામાં 1839.50 રૂપિયાની જગ્યા પર હવે 1943 રૂપિયા વધીને 1943 રૂપિયા પર વેચાશે. અને ચેન્નાઈમાં તેની કિમતો 1999.50 રૂપિયા થઇ ગઈ છે. જે 1898 રૂપિયા પહેલા હતી.

ખિસ્સાને અસર થાય તેવા સમાચાર શેર બજાર સાથે સંકળાયેલા લોકો માટે છે. ઇક્વિટી સેગ્મેન્ટમાં ટ્રાન્ઝેક્શન પર ચાર્જમાં વધારવાની જાહેરાત કરવામાં આવી છે. GSTના આ ફેરફારને કારણે શેર બજારના રોકાણકારોના ખિસ્સા પર અસર પડશે.

ખિસ્સાને ફાયદો થાય તેવા સમાચાર પણ છે. જેમાં બીજો મોટો ફેરફાર હવાઈ યાત્રીઓ માટે છે. સતત વધી રહેલા એર ટર્બાઈન ઇંધણના ભાવમાં હવે આ મહીને બ્રેક લાગ્યો છે. એક બાદ એક સતત વધતા ભાવ બાદ 1 નવેમ્બર 2023 થી આખરે ભાવમાં 1074 રૂપિયા પ્રતિ લીકો લીટરનો ઘટાડો થયો છે. અને આ ભાવ આજ થી જ લાગુ પડશે.