Dunki Vs Salaar : ક્રિસમસ પર નહિ ટકરાય ‘ડિંકી’ અને ‘સલાર’; શાહરૂખની ફિલ્મ ‘ડિંકી’ને લઈને નવા અપડેટ

2
92

Dunki Vs Salaar: શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ને લઈને નવા અપડેટ આવ્યા છે. જે પ્રભાસની ‘સાલાર’ (Salaar) માટે ગૂડ ન્યુઝથી ઓછા નથી. નવા અપડેટ ‘ડંકી’ અને સાલાર (Salaar) ની રિલીઝને લઈને મળી રહ્યા છે.

શાહરૂખ ખાનનું વર્ષ 2023માં નવા રેકોર્ડ બનાવવાનો જલવો હજી કાયમ છે. વર્ષ 2023ની 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે એક નવો આયામ સર્જ્યો હતો, જ્યારે ‘જવાન’એ 1100 કરોડથી વધુની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. હવે ચાહકો કિંગ ખાનની ‘ડંકી’ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેને શાહરૂખ ખાને ઘણી વખત ક્રિસમસ પર રિલીઝ કરવાની જાહેરાત કરી છે. પરંતુ ક્રિસમસના અવસર પર માત્ર ‘ડંકી’ જ નહીં, પરંતુ પ્રભાસની સાલાર પણ રિલીઝ થવાની તૈયારીમાં છે, જે પછી સોશિયલ મીડિયા પર ‘Dunki Vs Salaar’ ટ્રેન્ડ શરુ થયો હતો.

sallar vs danki 1
Salaar vs danki

છેલ્લા કેટલાક દિવસોથી આખા ઈન્ડસ્ટ્રીમાં ‘Dunki Vs Salaar’ ટક્કની ચર્ચા એ જોર પકડ્યું હતું, પરંતુ તાજેતરમાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ડંકી’ 2024 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. વાસ્તવમાં, લેટ્સ સિનેમા (LetsCinema)ના સત્તાવાર હેન્ડલ પરની પોસ્ટ અનુસાર, પોસ્ટ-પ્રોડક્શન સમયરેખામાં વિલંબને કારણે #Dunki 22 ડિસેમ્બર 2024 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે. આ સમાચારે પ્રભાસ અને શાહરૂખ ખાનના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ છેડાયું છે.

ઉલ્લેખનીય છે કે જવાનને પણ 2023 સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું, જેના કારણે VFX (Visual Effects) પૂર્ણ કરવા માટે વધુ સમયની જરૂર હતી. આ ફિલ્મ 7મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં વિશ્વભરમાં 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

નોધનીય છે કે, રણબીર કપૂરની એનિમલ પણ ડિસેમ્બરમાં સાલાર પહેલા રિલીઝ થવા માટે તૈયાર છે. જો સાલાર વિશે વાત કરીએ, તો તે ‘KGF Universe’ ફિલ્મોમાંની એક છે. સુત્રોનુસાર ‘KGF Universe’ માં KGF Chapter 1, 2 and Chapter 3 and Salaar 1 & 2 નો સમાવેશ થાય છે.

બોલીવૂડ અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..

ઇન્સ્ટાગ્રામમાં અવનીત કૌર સાથે વાત કરતા દીકરાને માતાએ થપ્પડ મારી, યુઝર્સ લઇ રહ્યા છે મજા

અનુષ્કા ના ઘરે ફરી પારણું બંધાશે : વિરાટ કોહલી બીજા બાળકનું સ્વાગત કરશે

એનિમલ ટીઝર છવાયું સોશિયલ મીડિયા પર : પ્રથમ ઝલક જોઈ પ્રભાસે કર્યા વખાણ

2 COMMENTS

Comments are closed.