
Dhyan Sadhna: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના કન્યાકુમારીમાં ધ્યાન કરવામાં લીન છે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી મેડિટેશન રૂમમાં મૌન છે. સાંજે 6.45 વાગ્યે વડાપ્રધાન ધ્યાનની મુદ્રામાં બેઠા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી કોઈની સાથે વાત નહીં કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. અહીં તેઓ 45 કલાક લાંબા ધ્યાન (Dhyan Sadhna)માં લીન થાય. પીએમ મોદી પહેલા પૂજા કરવા નજીકના ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા અને અહીંથી તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલ પહોચ્યા અને લગભગ બે માટે તેમને દિવસ ધ્યાન (Dhyan Sadhna) શરુ કર્યું. 1 જૂનના રોજ રવાના થતા પહેલા પીએમ મોદી અહીં સંત તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત પણ લીધી.
સ્મારક સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરિત
વિવેકાનંદ રોક મેમોરિયલ સ્વામી વિવેકાનંદના માનમાં બનાવવામાં આવ્યું છે. આ સ્મારક સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરિત છે. ચેન્નાઈના માયલાપુરમાં શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠ દરમિયાન તેમણે કહ્યું હતું , કે તેમની સરકારની ફિલસૂફી સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આપણી ગવર્નન્સ ફિલસૂફી પણ સ્વામી વિવેકાનંદથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે, જ્યારે વિશેષાધિકારો સમાપ્ત થાય છે અને સમાનતા સ્થાપિત થાય છે, ત્યારે સમાજ પ્રગતિ કરે છે. તમે અમારા તમામ મોટા કાર્યક્રમોમાં આ અભિગમ જોઈ શકો છો. પહેલા મૂળભૂત સુવિધાઓને પણ વિશેષાધિકાર માનવામાં આવતું હતું. ઘણા લોકો પ્રગતિના લાભોથી વંચિત હતા.
Dhyan Sadhna: વિવેકાનંદ રોક સ્મારકમાં લોખંડી સુરક્ષા
વિવેકાનંદ રોક સ્મારક અને પ્રતિમા બંને નાના નાના ટાપુઓ પર બાંધવામાં આવ્યા છે, જે સમુદ્રમાં અલગ અલગ અને ખડકો જેવા ટેકરાની રચના છે. પીએમ મોદીના સમુદ્રની વચ્ચે સ્થિત સ્મારક પર 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે આજે લોકસભા ચૂંટણી પ્રચારની સમાપ્તિ પછી, પીએમ મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા રોક સ્મારક પર ધ્યાનના પ્રણ લીધા છે.

વડાપ્રધાન મોદી 2019ની ચૂંટણી પ્રચાર પછી કેદારનાથ ગુફામાં આવો જ પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી ગુરુવાર સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે, જ્યાં વિવેકાનંદને ‘ભારત માતા’ વિશે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેમના રોકાણ દરમિયાન સુરક્ષા માટે 2000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ ચુસ્ત તકેદારી રાખશે.
વિવેકાનંદ રોક મેમોરિયલ | Vivekananda Rock Memorial
વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારીના બીચ પાસે બનાવવામાં આવ્યું છે. તે સમુદ્રમાંથી બહાર નીકળતા ખડક પર બાંધવામાં આવ્યું છે. નજીકમાં તમિલ સંત તિરુવલ્લુવરની એકવિધ પ્રતિમા છે. આ ખડકને પ્રાચીન સમયથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે.
ધ્યાન અને જ્ઞાન (Dhyan Sadhna) માટે 24, 25 અને 26 ડિસેમ્બર 1892ના રોજ સ્વામી વિવેકાનંદની “શ્રીપાદ પરાઈ”ની મુલાકાતની યાદમાં વિવેકાનંદ રોક મેમોરિયલ કમિટી દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિવેકાનંદ રોક મેમોરિયલને જોવા માટે દરરોજ હજારો પ્રવાસીઓ ભારત અને વિદેશમાંથી આવે છે. કન્યાકુમારીના બીચ પરથી બોટ ઉપલબ્ધ છે. લોકો વિવેકાનંદ રોક મેમોરિયલ અને સંત તિરુવલ્લુવરની વિશાળ પ્રતિમા જોવા માટે બોટમાં સવાર થાય છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો