સિંહગઢ ખાતે અલ્ટ્રા મેરેથોનમાં અમદાવાદના ધ્યાન આચાર્યનો દબદબો

1
207
સિંહગઢ ખાતે અલ્ટ્રા મેરેથોનમાં અમદાવાદના ધ્યાન આચાર્યનો દબદબો
સિંહગઢ ખાતે અલ્ટ્રા મેરેથોનમાં અમદાવાદના ધ્યાન આચાર્યનો દબદબો

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350 મી વર્ષગાંઠ પર એસઆરટીએલ અલ્ટ્રા મેરેથોન સ્પર્ધા તેમના મહાન કાર્યને શ્રદ્ધાંજલિ આપવા અને ઇતિહાસના સાક્ષી સિંહગઢ -રાજગઢ-તોરાના-લિંગના (એસઆરટીએલ) કિલ્લાઓનું જતન  તથા વારસાને સાચવવાના હેતુથી આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદના ધ્યાન આચાર્ય સહીત ગુજરાતના 19 દોડવીરોની એક ટીમ અલ્ટ્રા મેરેથોન કરવા માટે સિંહગઢ (પુણે, મહારાષ્ટ્ર) ગઈ હતી.

શિવાજીના 3 કિલ્લાઓ સિંહગઢ, રાજદ અને તોરનાને આવરી લેવાનો માર્ગ અત્યંત મુશ્કેલ હતો.  આ અંતર્ગત  સમનીત ઠાકુર (9:22 કલાક-53 કિમી) અભિનવ ભારદ્વાજ (11:34 કલાક-53 કિમી) તથા ધ્યાન આચાર્ય (11:50 કલાક-53 કિમી) 21 વર્ષના યુવાન કટ ઓફ સમયમાં તેને પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા.

સ્પર્ધા અંગે ધ્યાન આચાર્યે જણાવ્યું કે આ સ્પર્ધાનું છઠ્ઠું વર્ષ છે. મેરેથોનનો માર્ગ સિંહગઢની તળેટીથી તોરના કિલ્લા સુધી અને લિંગના સુલખાની તળેટી સુધીનો હતો. આ ઉપરાંત આ ચેમ્પિયનશિપમાં 7 દેશો એટલે કે નોર્વે, આઇસલેન્ડ, ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કેનેડા, નેપાળ, 24 રાજ્યો અને ભારતના 55 શહેરોના 900 થી વધુ દોડવીરો  ભાગ લઈ રહ્યા હતા.અને  મેરેથોન ત્રણ કક્ષાના  યોજાઈ હતી.-100 કિમી, 53 કિમી, 25 કિમી અને 11 કિમી. હતી. તેમાં  આપને જણાવી દઈએ કે અમદાવાદના ૨૧  વર્ષીય યુવાન ધ્યાન આચાર્યએ અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કરતા  11:50 કલાક-53 કિમી પૂર્ણ કરવામાં ધ્યાન સફળતા મળી છે.આ કાર્યક્રમનું આયોજન વેસ્ટર્ન ઘાટ રનિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.સંસ્થાના અધ્યક્ષ દિગ્વિજય જેધેએ જણાવ્યું હતું કે, 100 કિલોમીટરની મેરેથોન પશ્ચિમી ઘાટના ઐતિહાસિક વારસા અને કુદરતી સૌંદર્યમાં ભાગ લેનારાઓ માટે એક અવિસ્મરણીય અનુભવ રહ્યો.

dhyan 1

આપને જણાવી દઈએ કે એસ. આર. ટી. અલ્ટ્રા મેરેથોન એ પ્રાચીન સિંહગઢ-રાજગઢ-તોરણા કિલ્લાઓના માર્ગ પર એક રોમાંચક સ્પર્ધા છે, જે “એસ. આર. ટી”. તરીકે લોકપ્રિય છે. આ માર્ગ ઐતિહાસિક અને મનોહર મહત્વનો છે, જે માર્ગદર્શક માર્ગ અને પર્વતીય માર્ગ તરીકે કામ કરે છે.  તે સમયે વેપાર, અવન જાવન અને શાસક રાજાઓ વચ્ચેની લડાઈઓ માટે પણ મહત્વપૂર્ણ યુદ્ધ ક્ષેત્ર  હતું.  એક સમયે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની ગણાતો રાજગઢ કિલ્લો આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. પુણેના સમૃદ્ધ વારસાને આવરી લેતા, ભવ્ય સિંહગઢ, રાજગઢ અને તોરણા કિલ્લાઓ વચ્ચેથી પસાર થવાનો હેરિટેજ વોક અનુભવ કરવા માટે વર્ષમાં એક વખત દોડવીરો રાહ જોઇને બેઠા હોય છે.

1 COMMENT

Comments are closed.