Dhoni enjoying new e-cycle : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કાર અને બાઈક્સના ખૂબ મોટા શોખીન માનવામાં આવે છે. તેના ગેરેજમાં ઘણી કારો અને બાઈક્સનું કલેક્શન છે. ત્યારે તેમણે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK )ના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની મેડ ઇન ઈન્ડિયા ફોલ્ડેબલ ઇલેક્ટ્રિક સાઈકલની સવારી કરતો નજરે પડ્યો. આ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોનીને કેઝ્યૂઅલ લૂકમાં ઇલેક્ટ્રિક સાઇકલ રોડ પર ચલાવતો નજરે પડી રહ્યો છે. આ વીડિયોને છેલ્લા કેટલાક દિવસોમાં 1.7 મિલિયન વ્યૂઝ હાંસલ કર્યા છે.
Dhoni enjoying new e-cycle : ક્રિકેટની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે વર્ષે 2024 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના નેતૃત્વ કરવા માટે ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી દીધી છે. આ જાહેરાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ તેની પહેલી મેચના બરાબર પહેલા કરવામાં આવી હતી.
Dhoni enjoying new e-cycle : જાણો સાઇકલની વિશેષતા
Dhoni enjoying new e-cycle : આ સ્ટાર બેટ્સમેનના ઇલેક્ટ્રિક વાહનની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક સાઇકલને ડૂડલ V3 નામથી ઓળખવામાં આવે છે તે 25 કિમી પ્રતિ કલાકની મહત્તમ સ્પીડવાળી એક ફોલ્ડેબલ ઇલેક્ટ્રિક બાઇક છે. તેને પારંપારિક પેન્ડલ સાઈકલની જેમ ઉપયોગ કરી શકાય છે અને તેને પૂરી રીતે ઇલેક્ટ્રિક મોડમાં કે વધુ આસિસ્ટન્સવાળી રાઈડ માટે બંનેના કોમ્બિનેશન સાથે ચલાવી શકાય છે. તેમાં 12.75 Ah બેટરી પેક મળે છે અને તે એક વખત ફૂલ ચાર્જ કરવા પર 60 કિમી સુધીની રેન્જ આપે છે. ઇ-બાઈકમાં 7 સ્પીડ શિમેનો ગિયર સિસ્ટમ પણ છે.
એ સિવાય તેમાં એક LCD ડિસ્પ્લે પણ છે. સાથે જ ઘણા મોડર્ન ટૂ વ્હીલર વાહનોની જેમ તેમાં USB ચાર્જિંગ પોર્ટ પણ મળે છે. આ પહેલી વખત નથી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને ટૂ વ્હીલર વાહન પર જોવા મળ્યો છે અને તેની સવારીના વીડિયોને મોટા ભાગે વાયરલ થઈ જાય છે. જો કે, તેની નવીનતમ પસંદે વિશેષ રૂપે રુચિ જગાવી છે કેમ કે એ પરિવહનના પર્યાવરણને અનુકૂળ સાધનને પ્રોત્સાહન આપે છે. તેની કિંમત લગભગ 53,000 રૂપિયા બતાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો