સનાતન ધર્મ વિરોધીઓની ચટણી બનાવીશું-ધીરેન્દ્ર શાસ્ત્રી

0
75

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં

બાબા બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના માટે ગુજરાતના પ્રવાસે છે અને આજથી દસ દિવસ 4 શહેરોમાં કાર્યક્રમ કરશે જેમાં અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું પડશે અને સનાતન વિરોધીઓની ચટણી બનાવીશું. આ સાથે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિરની સ્થાપના કરવી પડશે હાલ વાતાવરણ ગરમ છે દરેકે તૈયાર રહેવું પડશે અને સનાતન ધર્મ માટે દરેકે કામ કરવું પડશે.

અહી ઉલ્લેખનીય છેકે ગુજરાત પ્રવાસ દરમિયાન તેમનો અગાઉ વિરોધ થયો હતો અને વિવાદિત નિવેદનો પણ સામે આવ્યા હતા .

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ