Home Dharma Dharmabhakti : શ્રાવણ મહિનામાં કરી લેજો આ ધાર્મિક કાર્યો, ભોળાનાથની કૃપાથી થઈ...

Dharmabhakti : શ્રાવણ મહિનામાં કરી લેજો આ ધાર્મિક કાર્યો, ભોળાનાથની કૃપાથી થઈ જશે બેડોપાર#ShravanMonth, #LordShiva, #BholenathKripa

0
356

Dharmabhakti: ભોળાનાથ ખુશ થાય એ રીતે કરો પૂજા અને દાન

Dharmabhakti : ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શંકર (Lord Shiva) ની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. શિવ તંત્ર વિદ્યાના પણ દેવતા પણ હોવાથી આ મહિનામાં કરવામાં આવતા નાના ઉપાયો કારગત સાબિત થાય છે. આ નાના પણ કારગત ઉપાયો કોઈપણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. શિવભક્તિ દાન અને નકારાત્મક ઊર્જા શુદ્ધિકરણ જેવા ઉપાયો જીવનમાં સકારાત્મક પરિવર્તન, માનસિક શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

Dharmabhakti

Dharmabhakti : રોજ સવારે આટલું ચોકક્સ કરો

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માહ છે. આ મહિનામાં દરરોજ સવારે વહેલા ઉઠો, સ્નાનાદિથી પરવારીને શિવ મંદિરમાં જાઓ. ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરો. ભગવાન શિવના મંદિરમાં રહેલા શિવલિંગ ઉપરાંત નંદી અને કાચબાને પુષ્પ, કંકુ, ચંદન, બીલી પત્રો વગેરે ચડાવો. ધ્યાન રાખજો કે પૂજામાં લાલ ફુલો હોય. પૂજા અર્ચના થઈ ગયા બાદ મંદિરમાં થોડીવાર બેસીને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શ્રાવણમાં શિવલિંગ પર જળ ઉપરાંત દૂધ ચઢાવવાનું પણ વિશેષ માહાત્મ્ય રહેલ છે. જો શ્રાવણમાં તમે જે દૂધ શિવલિંગ પર ચઢાવો છો તેમાં થોડું કેસર ઉમેરશો તો તમને મનોવાંચ્છિત લાભ મળી શકે છે.

Dharmabhakti

Dharmabhakti : યોગ્ય વસ્તુઓનું દાન

શ્રાવણ મહિનામાં યોગ્ય વસ્તુઓનું દાન સુપાત્રને કરવાથી મહાદેવજીની અનહદ કૃપા મેળવી શકાય છે. મહાદેવજી ભોળાનાથ ગણાય છે તેથી સુપાત્રને કરવામાં આવતા દાનથી તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. શ્રાવણ મહિનામાં વહેલી સવારે ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા બાદ મંદિર નજીક નદી, તળાવ, કૂવામાં રહેલ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ કરતી વખતે મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતા રહો. આ ઉપાય શ્રાવણ મહિનામાં કરવાથી ધન પ્રાપ્તિ ખૂબ જ સરળ બનશે. શ્રાવણ મહિનામાં દરરોજ ગરીબોને ભોજન કરાવો, ખાસ કરીને અમાવસ્યાના દિવસે. આનાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહિ રહે અને પૂર્વજોના આત્માઓને શાંતિ મળશે. શ્રાવણ મહિનામાં દરરોજ નંદી એટલે કે બળદને લીલો ચારો ખવડાવો જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને મન પ્રસન્ન રહેશે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Dharmabhakti : શ્રાવણ મહિનામાં કરી લેજો આ ધાર્મિક કાર્યો, ભોળાનાથની કૃપાથી થઈ જશે બેડોપાર#ShravanMonth, #LordShiva, #BholenathKripa
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે