Dharmabhakti: ભોળાનાથ ખુશ થાય એ રીતે કરો પૂજા અને દાન
Dharmabhakti : ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શંકર (Lord Shiva) ની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. શિવ તંત્ર વિદ્યાના પણ દેવતા પણ હોવાથી આ મહિનામાં કરવામાં આવતા નાના ઉપાયો કારગત સાબિત થાય છે. આ નાના પણ કારગત ઉપાયો કોઈપણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. શિવભક્તિ દાન અને નકારાત્મક ઊર્જા શુદ્ધિકરણ જેવા ઉપાયો જીવનમાં સકારાત્મક પરિવર્તન, માનસિક શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

Dharmabhakti : રોજ સવારે આટલું ચોકક્સ કરો
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત માહ છે. આ મહિનામાં દરરોજ સવારે વહેલા ઉઠો, સ્નાનાદિથી પરવારીને શિવ મંદિરમાં જાઓ. ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરો. ભગવાન શિવના મંદિરમાં રહેલા શિવલિંગ ઉપરાંત નંદી અને કાચબાને પુષ્પ, કંકુ, ચંદન, બીલી પત્રો વગેરે ચડાવો. ધ્યાન રાખજો કે પૂજામાં લાલ ફુલો હોય. પૂજા અર્ચના થઈ ગયા બાદ મંદિરમાં થોડીવાર બેસીને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શ્રાવણમાં શિવલિંગ પર જળ ઉપરાંત દૂધ ચઢાવવાનું પણ વિશેષ માહાત્મ્ય રહેલ છે. જો શ્રાવણમાં તમે જે દૂધ શિવલિંગ પર ચઢાવો છો તેમાં થોડું કેસર ઉમેરશો તો તમને મનોવાંચ્છિત લાભ મળી શકે છે.

Dharmabhakti : યોગ્ય વસ્તુઓનું દાન
શ્રાવણ મહિનામાં યોગ્ય વસ્તુઓનું દાન સુપાત્રને કરવાથી મહાદેવજીની અનહદ કૃપા મેળવી શકાય છે. મહાદેવજી ભોળાનાથ ગણાય છે તેથી સુપાત્રને કરવામાં આવતા દાનથી તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. શ્રાવણ મહિનામાં વહેલી સવારે ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા બાદ મંદિર નજીક નદી, તળાવ, કૂવામાં રહેલ માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ કરતી વખતે મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતા રહો. આ ઉપાય શ્રાવણ મહિનામાં કરવાથી ધન પ્રાપ્તિ ખૂબ જ સરળ બનશે. શ્રાવણ મહિનામાં દરરોજ ગરીબોને ભોજન કરાવો, ખાસ કરીને અમાવસ્યાના દિવસે. આનાથી તમારા ઘરમાં ક્યારેય અન્નની અછત નહિ રહે અને પૂર્વજોના આત્માઓને શાંતિ મળશે. શ્રાવણ મહિનામાં દરરોજ નંદી એટલે કે બળદને લીલો ચારો ખવડાવો જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને મન પ્રસન્ન રહેશે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Dharmabhakti : શ્રાવણ મહિનામાં કરી લેજો આ ધાર્મિક કાર્યો, ભોળાનાથની કૃપાથી થઈ જશે બેડોપાર#ShravanMonth, #LordShiva, #BholenathKripa