ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ?

0
1134
જય ગોગા મહારાજ
જય ગોગા મહારાજ

ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ? ગર્ભવતી સ્ત્રીને સાપ ન કરડવાનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણમાં જોવા મળે છે જે મુજબ એકવાર એક ગર્ભવતી સ્ત્રી શિવના પેગોડામાં તપસ્યામાં લીન થઈને પ્રાર્થના કરી રહી હતી. ત્યારે ૨ સાપ ત્યાં આવ્યા અને કોઈ કારણ વગર ગર્ભવતી મહિલાને હેરાન કરવા લાગ્યા.

જય ગોગા મહારાજ
જય ગોગા મહારાજ

ધર્મ : ગર્ભવતી સ્ત્રી ને શા માટે સાપ કરડતો નથી ? ગર્ભવતી સ્ત્રીને સાપ ન કરડવાનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્તપુરાણમાં જોવા મળે છે જે મુજબ એકવાર એક ગર્ભવતી સ્ત્રી શિવના પેગોડામાં તપસ્યામાં લીન થઈને પ્રાર્થના કરી રહી હતી. ત્યારે ૨ સાપ ત્યાં આવ્યા અને કોઈ કારણ વગર ગર્ભવતી મહિલાને હેરાન કરવા લાગ્યા.

જેના કારણે મહિલાનું ધ્યાન ભક્તિમાંથી અટકી ગયું જે બાદ મહિલાના ગર્ભમાં રહેતા બાળકે સમગ્ર સાપ વંશને શ્રાપ આપ્યો કે આજથી જયારે પણ કોઈ સાપ કે નાગ ગર્ભવતી મહિલાની નજીક જશે તો તે આંધળો થઈ જશે? ત્યારથી આ માન્યતા ખુબ પ્રચલિત બની છે કે ગર્ભવતી સ્ત્રીને જોઇને જ સાપ અંધ થઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એ જ બાળક આગળ વધી ને શ્રી ગોગા દેવ શ્રી તેજાજી દેવ તરીકે પ્રખ્યાત થયા…..!!!!!!!

તો, આ હતું ધાર્મિક કારણ હવે તમે વિચારતા હશો કે સાપ ને કેવી રીતે ખબર પડે કે સ્ત્રી ગર્ભવતી છે તો વિજ્ઞાન અનુસાર કુદરતે સપને કેટલીક ખાસ ઇન્દ્રિયો આપી છે જેથી તે જાણી શકે છે કે સ્ત્રી ગર્ભવતી છે કે નહિ. હકીકતમાં ગર્ભધારણ પછી સ્ત્રીના શરીરમાં કેટલાક એવા તત્વો બને છે જેને સાપ ઓળખી શકે છે. પરતું એવી કોઈ પુષ્ટિ નથી કે સાપ સગર્ભા મહિલા ને કરડતા નથી. આવી સ્થિતિમાં જયારે સાપ આસપાસ આવે તો મહિલાએ સાવચેત રહેવું જોઈએ. કારણકે બાળકને તે જોખમમાં મૂકી શકે છે.

ગોગા મહારાજ એટલે કે નાગ દેવતા રબારી સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે.રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું. રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે.

ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે જેમાં ધારમોડા, કાસવા, ઉનાવા, સેભર, ગમનપુરા, ચાણસ્મા અને દાસજ રાજસ્થાન ના તેલવાડા ગામે પણ ભવ્ય મંદિર આવેલુ છે જયા પણ દર વર્ષ નવરાત્રી માં લોક મેળો ભરાય છે તેલવાડાના ગોગ મહારાજ ના નામે થરાદ તાલુકાના ડુવા ગોળીયામા પણ ગોગ મહારાજ નું ભવ્ય મંદિર આવેલુ છે આમ આ ઘણા બધા ગામોમાં આવા વિખ્યાત પ્રાચીન મંદિરો પ્રખ્યાત છે.

OFFBEAT 157 | ધર્મ- શ્રાવણ મહિનાની હરિયાળી તીજ | VR LIVE