ભુજ બદ્રીકાશ્રમમાં દરરોજ ૩૫ ટનથી વધુ શેરડીનાં રસનું પાન કરતાં ભક્તો

0
155

૩૦ ટન તરબુચ અને ૫ ટનથી વધુ શક્કર ટેટીનું નિઃશુલ્ક વિતરણ

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીનરનારાયણ દેવ દ્વિશતાબ્દીમહોત્સવનીદિવ્ય વાતાવરણમાં ઉજવણી કરવામાંઆવી રહી છે. ત્યારે અહીં આવતાં હરિભક્તો સહિતનાં લોકોને કોઇપણ પ્રકારનીમુશ્કેલી ન પડે તે માટે સંતો સહિત સ્વયંમસેવકો દ્વારા ખાસ તકેદારી રાખવામાંઆવી રહી છે. ખાસ કરીને વધતી ગરમીને ધ્યાને લઇને સ્થળ પર લોકોને ઠંડક મળીરહે તે માટે શેરડીનો રસ, તરબુચ અને શક્કરટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે. દરરોજહજ્જારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તેઓને ગરમીમાં રાહત થાય, ઠંડક મળેતે માટે શેરડીનો ઠંડો રસ, તરબુચ અને શક્કરટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહ્યાછે.