દેવભુમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પુર્વ મંજુરી વિના જવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે,જયારે આ ટાપુઓ નો નજારો અદ્ભુત હોય છે. આવા નજરા ને માણવા માટે દુર દુર થી પ્રવાસીઓ આવતા હોય છે. દેવભુમિ દ્વારકા ના અલગ અલગ ટાપુઓ પર જવા પ્રતિબંધ સંવેદનશીલ કારણોસર કરવામાં આવ્યો છે. જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22, ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. ત્રાસવાદી જુથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વાના ધાર્મિક સંસ્થાઓ, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે આ તમામ આશંકાઓ વ્યક્ત કરીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આ પ્રતિબંધ ફરમાન્યો છે, તમને જણાવી દઇએ કે પોરબંદરમા જે રીતે એટીએસ શંકાસ્પદ ઇસમોને પકડ્યા છે,,તેને લઇને આ પગલા લેવાયા હોવાનુ કહેવાય છે,
જિલ્લાના નિર્જન ટાપુઓ ઉપર જવા માટે પ્રતિબંધ જાહેર કરાયો
બેટ દ્વારકા ટાપુ પર શંકાસ્પદ સંસ્થાઓએ ભારતની આંતરિક સુરક્ષા માટે ખતરાની ઘંટડી વાગી છે
આતંકવાદી પ્રવૃતિઓ ના થાય અને સલામતી ન જોખમાય તે માટે લગાવાયો પ્રતિબંધ
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ