Devayat Khavad:લોક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન

0
127
Devayat Khavad
Devayat Khavad

Devayat Khavad:લોક કલાકાર દેવાયત ખવડને લઈને ચાલતો ચર્ચાસ્પદ વિવાદ આજે (28 ડિસેમ્બર, 2025) શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો છે. પાંચ મહિના સુધી ચાલેલા સંઘર્ષ અને કાયદાકીય લડાઈ બાદ દેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે ઔપચારિક સમાધાન થયું છે. બંને પક્ષોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને જૂની અદાવત ભૂલાવી દીધી છે.

સમાધાન દરમિયાન ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની હાજરીમાં દેવાયત ખવડ સામે ચાલીને સંબંધો સુધાર્યા હતા. બંને પરિવારોના સભ્યો પણ એકસાથે જોવા મળ્યા હતા. આ સમાધાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને પક્ષો હળવાશભર્યા મૂડમાં નજરે પડે છે.

Devayat Khavad

Devayat Khavad:શું હતો તમામ મામલો

ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના સનાથલ ગામે યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ કાર પર હુમલો, ફરિયાદ-પ્રતિફરિયાદ અને 12 ઓગસ્ટ, 2025ના રોજ ધ્રુવરાજસિંહ પર થયેલા જીવલેણ હુમલાથી મામલો ગંભીર બન્યો હતો. ધરપકડ, જેલવાસ, જામીન અને જામીન રદ થવા સુધી કેસ આગળ વધ્યો હતો.

લગભગ પાંચ મહિના સુધી ચાલેલા તણાવ બાદ આજે આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. બંને પક્ષોએ સમજદારી દાખવીને વિવાદને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે, જેને સ્થાનિક સમાજ દ્વારા સકારાત્મક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :Gujarat Courts: 1 જાન્યુઆરીથી તમામ કોર્ટમાં ફરજિયાત A-4 સાઈઝ પેપર, ગુજરાતી-ઇંગ્લિશ ફોન્ટ અંગે પણ નવા નિયમો