હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી ,અનેકના મોત

0
349
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી ,અનેકના મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી ,અનેકના મોત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પર્વતીય પ્રદેશમાં વિનાશક પૂરે છેલ્લા 4 દિવસમાં અનેક લોકોના ભોગ લીધા છે . વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે 74 લોકોના મોત થયા છે, અને હજારો લોકોને બચાવી પણ લેવામાં આવ્લેયા છે . હિમાચલ પ્રદેશમાં અનેક ભૂસ્ખલનની ઘટનાઓ બની છે ત્યાં એનડીઆરએફની ટીમ સતત તૈનાત છે અને રાહત અને બચાવ કાર્ય દિવસ રાત ચાલુ છે. આ વર્જૂષે ચોમાસાની શરૂઆત જુનમાં થઇ છે ત્યારથી અત્યાર સુધીની હિમાચલ પ્રારદેશમાં કુદરતી આફતોના કારણે 330થી પણ વધુ લોકોના મોત થયા છે. વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં સરકારને અંદાજે 7700 કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા સહિતના વિસ્તારોમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. અહીના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે પ્રભાવિત છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે . દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 10 જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં ગઈકાલે 65 મકાનો ધરાશાયી થયા અને 271ને નુકસાન થયું હતું. હિમાચલ પ્રદેશના 875 જેટલા રસ્તાઓ બંધ છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં કેટલાય પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

ઘણા દિવસથી વરાપ એટલેકે વરસાદે વિરામ લીધો છે . પરંતુ મેઘરાજાના વિરામ વચ્ચે વરસાદના એધાણ મળી રહ્યા છે . આંશિક ખુશીના સમાચાર પણ હવામાન નિષ્ણાતો આપી રહ્યા છે આવ્યા છે. જાણકારોના મત પ્રમાણે હજુ પણ વરસાદનો  કોઈ મોટો સારો રાઉન્ડ આવવાનો નથી પણ અણધાર્યો છૂટોછવાયો વરસાદ એટલેકે લોટરી રાઉન્ડ આવશે. જે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને આભારી રહેશે.બંગાળની ખાડીનું લો પ્રેશર જો ગુજરાત ઉપર આગળ વધશે તો આવે તો એક સારો રાઉન્ડ આવી શકે છે . પરંતુ અત્યારે બનનારું લો પ્રેશર ગુજરાત સુધી પહોંચી નહિ શકે  અને મધ્યપ્રદેશ સુધી જ પહોંચશે .  એટલે ગુજરાતે છૂટાછવાયા વરસાદથી જ  સંતોષ માનવો પડશે.