એક્ટરના આરોપ પર ‘સેન્સર બોર્ડ’  નો જવાબ : “ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ”

2
140
mark antony vishal
mark antony vishal

તમિલ સુપર સ્ટાર વિશાલે જાહેરમાં ‘સેન્સર બોર્ડ’ માં વ્યાપેલા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડ્યા છે. ‘સેન્સર બોર્ડ’ તરીકે ઓળખાતી ભારતીય ફિલ્મ પ્રમાણપત્ર સંસ્થાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યાના એક દિવસ બાદ, એકટર વિશાલે કહ્યું કે, “ઑનલાઇન પ્રમાણપત્ર પ્રણાલી અસ્તિત્વમાં છે અને ફિલ્મો માટે ‘નવી સિસ્ટમ’ તેમજ ‘સુધારાઓ પર નિયમિત અપડેટ્સ’ હોવા છતાં – હજી પણ ઉત્પાદકો અને અરજદારોને વચોટિયા અથવા એજન્ટો દ્વારા અરજી કરવાનું પસંદ કરે છે. જે પ્રમાણપત્ર પ્રક્રિયામાં ત્રીજા પક્ષ (થર્ડ પાર્ટી)ની સંડોવણીને દૂર કરવાના હેતુને નિષ્ફળ બનાવે છે.

વિશાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની પ્રતિક્રિયા આપતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ખાતરી આપતા કહ્યું કે, તે આરોપોને ‘ખૂબ જ ગંભીરતા’થી નોંધ લઇ રહ્યા છે અને ભ્રષ્ટાચાર પ્રત્યે ‘શૂન્ય સહનશીલતા (ઝીરો ટોલરેન્શ)’ની નીતિ ધરાવે છે. તેમ જ ‘સેન્સર બોર્ડે કહ્યું કે તે “CBFC ની છબીને કલંકિત કરવાના કોઈપણ પ્રયાસોને સહન કરવામાં આવશે નહીં”.

એક્ટર વિશાલે કરેલા આક્ષેપોના આધારે CBFC લાંચ કેસ હવે CBIના હવાલે : વધુ અહેવાલ વાંચવા કલિક કરો

સમાચાર એજન્સી ANI મુજબ :

“આક્રમક ડિજીટલાઇઝેશન, સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેશન અને ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ પર ભાર મૂકવાથી, વચેટિયા/એજન્ટોના હસ્તક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, આ પ્રથા હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં અસ્તિત્વમાં છે. જે પ્રમાણપત્ર પ્રક્રિયાને પારદર્શિતા અને સરળ કામગીરીના હેતુને ઢીલી બનાવી રહી છે.” CBFC એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું,  

ફિલ્મ સર્ટિફિકેશન બોડી (CBFC)એ ફિલ્મ નિર્માતાઓને વિનંતી કરી હતી કે, તેઓ તેમની ફિલ્મો તેમના  નક્કી કરાયેલી રિલીઝને પહોંચી વળવા માટે અગાઉથી અરજી કરે.

CBFC નિવેદનમાં જણાવાયું છે કે, “જોકે ગંભીર કિસ્સાઓમાં  નિર્માતાઓ/ફિલ્મ નિર્માતાઓ લેખિત વિનંતી અને પ્રાથમિક તપાસ માટે વાજબી પુરાવા સાથે સીબીએફસીના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરી શકે છે,  જે પર પુરાવાના ગુણવત્તાના આધારે ધ્યાનમાં લેવામાં આવી શકે છે.”

ltr

અભિનેતા વિશાલનો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત લગભગ ચાર મિનિટનો એક વિડીયો ટ્વિટ કર્યો છે, જેમાં ઑનલાઇન બેંક ટ્રાન્સફરની વિગતો સાથે સેન્સર બોર્ડના બે વ્યક્તિઓનું નામ આપવામાં આવ્યું છે. તેમના આ આક્ષેપો પર સત્તાધારી ભાજપ અને માહિતી પ્રસારણ મંત્રાલયે ત્વરિત પ્રતિક્રિયા આપતા કહ્યું કે એક વરિષ્ઠ અધિકારીને “આજે જ તપાસ કરવા” માટે મુંબઈ મોકલવામાં આવ્યા છે.

ટ્વિટર (X) પર પ્રસારણ વિભાગે એક પોસ્ટ કરીને કહ્યું કે 24 કલાકમાં વિશાલની નવી ફિલ્મ ‘માર્ક એન્ટ્રી’ના હિન્દી સંસ્કરણ (હિંદી ડબ્બ્ડ) માટે સેન્સર બોર્ડને 6.5 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ ફિલ્મ ગયા અઠવાડિયે સાઉથ ફિલ્મ સિનેમામાં રિલીઝ કરવામાં આવી હતી.

એકટર વિશાલે ટ્વિટર (X) પર પોસ્ટ કરીને આ બાબતે ‘ત્વરિત પગલા લેવા માટે’ સુચના અને પ્રસારણ વિભાગનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, “આ તે અધિકારીઓ માટે ઉદાહરણ સાબિત થશે જે ભ્રષ્ટ છે કે ભ્રષ્ટાચારનો એક ભાગ છે.”

સાઉથ અભિનેતા વિશાલે આ પોસ્ટમાં વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સીન્દેનો પણ અભાર વ્યક્ત કર્યો.  

દેશ – દુનિયાના વધુ સમાચાર માટે – કલિક કરો અહી –

POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત

ઓક્ટોબરમાં નવા નિયમો લાગુ : 5 ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

હોમ લોન માટે પ્રોસેસિંગ ફી : કઈ ટોચની બેંક લે છે કેટલો ચાર્જ..? તપાસો

શ્રીનગરના SSP રાકેશ બલવાલની મણિપુરમાં બદલી

જાણો કયા રાજ્યમાં પીવાય છે કેટલા ટકા દારૂ : કયું રાજ્ય છે ટોપ પર ?

હિંદુ મેરેજ એક્ટ હેઠળ પત્નીને વાઈ હોય તો, તે છૂટાછેડા માટેનું કારણ નથી : હાઈકોર્ટ

ડીમેટ ખાતાધારકોમાં નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

2 COMMENTS

Comments are closed.