ટામેટાએ બગાડ્યું સુનિલ શેટ્ટીના રસોડાનું બજેટ

0
72
ટામેટાએ બગાડ્યું સુનિલ શેટ્ટીના રસોડાનું બજેટ
ટામેટાએ બગાડ્યું સુનિલ શેટ્ટીના રસોડાનું બજેટ

જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીના રસોડાનું બજેટ ટામેટાએ બગડ્યું છે. વધતી કીમતોએ આ અભિનેતાની ચિંતા વધારી છે. ટામેટાએ આ અભિનેતાના અંગત જીવનમાં અસર થઇ છે. આ વાત સુનીલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવી. આપને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી પોતે અનેક રેસ્ટોરન્ટ ધરાવે છે. જેને કારણે તેમણે રેસ્ટોરન્ટના માલિક તરીકે ટામેટાના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટામેટા ખરીદતી વખતે હવે તેમને સમાધાન કરવું પડે છે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે મારા ઘરે પણ સામાન્ય માણસ શાકભાજીની ખરીદી કરે તે રીતે ખરીદી થાય છે અને મારી પત્ની અને હું ઓનલાઈન શાકભાજીની ખરીદી કરીએ છીએ જે હમેશા તાજી ઘર સુધી પહોંચાડે છે. પરંતુ ટામેટાની કિમતો વધતા મારા ઘરે પણ ટામેટાનો વપરાશ ઓછો થયો છે.

1

સુનિલ શેટ્ટીએ કહ્યું કે તેની પત્ની માના તેમની અઠવાડિયામાં એક કે બે દિવસ શાકભાજી ખરીદવાનું પસંદ કરે છે. જોકે, ટામેટાંના વધતા ભાવની અસર તેના રસોડામાં પણ પડી છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે હું તાજા ઉગાડેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં માનું છું. પરંતુ હાલ દિવસોમાં ટામેટાંના ભાવ આસમાને છે અને તેની અસર મારા રસોડામાં પણ પડી છે. ટામેટાં ઓછા ખાઉં છું. તેમણે કહ્યું કે લોકો વિચારતા હશે કે સુપરસ્ટાર હોવાથી મોંઘવારીની અસર નહીં કરે, પરંતુ તે સાચું ક્યારેય હોતું નથી. વધુ તેમને કહ્યું કે ટામેટાના વધતા ભાવને કારણે દરેક વ્યક્તિની જેમ, મારે સ્વાદ અને ગુણવત્તામાં સમાધાન કરવું પડે છે.

આપને જણાવી દઈએ કે દેશમાં હાલ ટામેટાના ભાવ આસમાને છે. અને સામાન્ય જનતા અને મધ્યમવર્ગ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે. દેશમાં કમોસમી વરસાદ, ત્યાર બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અને લગભગ અડધા દેશમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શાકભાજી સહિત અનેક ખાદ્ય પદાર્થોના ભાવ સતત વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વધતા ભાવોને અંકુશમાં લેવા માટે પણ પ્રયત્નો શરુ કર્યાં છે પણ મોંઘવારીમાં સતત વધતા ભાવો દરેક નાગરિકના ખિસ્સાનું બજેટ ખોરવાયું છે.

વધતા શાકભાજીના ભાવ ખાસ કરીને ટામેટા, લીલા શાકભાજી,આદું, કોથમીર , કોબીજ ,અને ભાજી હાલ લગભગ દરેક પરિવારોના થાળીમાંથી ગાયબ થઇ રહી છે. સિંગતેલનો ભાવ ડબ્બાના 3100 રૂપિયા સુધી પહોંચ્યા છે. ત્યારે વધતા ભાવો અંગે ચિંતા વધારી છે.