કુસ્તી બાજોનો હુંકાર,મહાપંચાયત કરી જ રહીશુ-બજરંગ પુનિયા

0
249

સરકાર તાનાશાહી કરી રહી છે-બજરંગ પુનિયા

અમે મહાપંચાયત કરીને જ રહીશુ- પુનિયા

એક તરફ નવી સંસદનું ઉદ્ઘાટન થયું તો બીજી તરફ જન્તર મંતર ઉપર પોલીસે ધરણાકરી રહેલા કુસ્તીબાજોને હટાવવાનો પ્રયત્ન કરી રહી હતી, જેને લઇને પહેલવાન બજરંગ પુનિયા નારાજ થઇ ગયા, આ પહેલવાનો સંસદ તરફ રવાના થાય તે પહેલા જ પોલીસે તેમને અટકાવી દીધા હતા, કુસ્તીબાજોનો આરોપ છે કે કેટલાક પોલીસકર્મીઓ સહયોગ કરી રહ્યા છે  જ્યારે કેટલાક અભદ્ર્ વ્યવહાર કરી રહ્યા છે,  પરિવારોને પણ અંદર આવવા દેવાયા નથી,અમે મહાપંચાયત કરીશું, અમે પરવાનગી માટે અરજી કરી હતી, પોલીસ અમારા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, પોલીસ કઇ પણ કરે અમે મહાપંચાયત કરીને જ રહીશું