Madhyapradesh CM :  મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ

1
138
mohan yadav
mohan yadav

Madhyapradesh CM  છત્તીસગઢ બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે, સતત ચાર વખત મુખ્યમંત્રી રહી ચુકેલા શિવરાજસિંહ ચૌહાણ ના નામની ચર્ચાને આખરે પૂર્ણ વિરામ લાગી ગયું છે, અને મોહન યાદવના નામની મુખ્યમંત્રીના પદ  માટે  પસંદગી કરવામાં આવી છે, પાછલા ૧ સપ્તાહથી (Madhyapradesh CM) મુખ્યમંત્રી ના નામની પસંદગી માટે ચર્ચાઓ ચાલી રહી હતી તે આખરે આજે પૂર્ણ થઇ ગઈ છે,

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ બનશે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી હતી. મોહન યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય જગબીર દેવડા અને રાજેશ શુક્લાની ડેપ્યુટી CM તરીકે પસંદગી કરવામાં આવી છે. OBC CM સાથે દલિત અને બ્રાહ્મણનું સમીકરણ બનાવવામાં આવ્યું છે.

FOqtW iaUAIjq9s

મોહન યાદવનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો. તેમણે BSc, LLB, MA, MBA અને Ph.D કરી છે. તેઓ શિવરાજ સિંહની સરકાર દરમિયાન મંત્રી હતા. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય છે. તેમને RSSના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. તેઓ 3 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2020-2023 સુધી તેઓ શિવરાજસિંહ સરકારમાં શિક્ષા મંત્રી રહ્યા હતા.

કોણ છે મોહન યાદવ…

  • ઉંમરઃ 58 વર્ષ,
  • રાજકીય કરિયરઃ 1982મા માધવ વિજ્ઞાન યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સહ-સચિવ, 1984મા અધ્યક્ષ
  • 2013મા ધારાસભ્ય બન્યા
  • 2018મા બીજીવાર ચૂંટાઈને ઉચ્ચ શિક્ષા મંત્રી બન્યા

ડૉ. મોહન યાદવે 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેમને ઉજ્જૈનના શહેર મંત્રીની જવાબદારી સોંપાઈ હતી. 1986માં તેમને ABVPના ડિપાર્ટમેન્ટ હેડની જવાબદારી સોંપાયેલી. થોડા સમયમાં તેઓ ABVPના રાજ્ય સહમંત્રી બની ગયા. તેઓ RSSની વિદ્યાર્થી પાંખના રાષ્ટ્રીય મંત્રી પણ બન્યા હતા. આ સિવાય મોહન યાદવ RSSના કો-સેક્શન સેક્રેટરી અને સિટી સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. 1997માં તેઓ સ્ટુડન્ટ્સ પોલિટિક્સમાંથી ભાજપ યુવા મોરચામાં આવ્યા.

2003માં મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમનું પ્રમોશન થયું અને તેમને ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન બનાવાયા. શિવરાજસિંહ ચૌહાણે તેમને 2011માં મધ્ય પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ બનાવ્યા હતા. 2013માં ધારાસભ્ય બન્યા બાદ તેમને મોટી જવાબદારી સોપવામાં આવી હતી. 2020માં જ્યારે ફરી શિવરાજસિંહની સરકાર બની ત્યારે તેમને ઉચ્ચ શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે

ગુજરાત બહાર ભાજપ ના નેતાઓની કોઈ વેલ્યું નથી?, મધ્યપ્રદેશમાં એક પણ ને ન મળ્યું સ્થાન

1 COMMENT

Comments are closed.