POCSO : સહમતિની વય 18 થી ઘટાડીને 16 વર્ષ કરવા પર લો કમિશન અસંમત

0
312
POCSO ACT
POCSO ACT

કાયદા પંચે POCSO એક્ટ હેઠળ સહમતિની વય મર્યાદા 18 થી ઘટાડીને વર્ષ કરવા અંગે કાયદા મંત્રાલયને તેની રીપોર્ટ સોંપી દીધી છે. કાયદા પંચે હાલની સંમતિની ઉંમર ઘટાડવાની ભલામણને અસંમતિ દર્શાવી  છે. તેમણે રીપોર્ટમાં ભલામણ કરતા કહ્યું છે કે, તે ન્યાયાધીશોના વિવેક બુદ્ધિ પર છોડવું જોઈએ.

 

8fzhv6fk 1

કાયદા પંચે આવી સંમતિના મામલામાં POCSO કાયદામાં કેટલાક સુધારા લાવવાની જરૂરિયાત દર્શાવી હતી. પંચે માર્ગદર્શિતમાં ઉલ્લેખ્યું કે, તેને ન્યાયાધીશોની વિવેકબુદ્ધિ પર છોડી દેવી જોઈએ. અમુક કિસ્સાઓમાં જ્યાં તે “સહમતિથી” અને “મૌન સ્વીકૃતિ”થી હોય ત્યાં તેને સામાન્ય રીતે POCSO હેઠળ આવતા કેસોની જેમ ગંભીરતાથી લેવાની જરૂર નથી.

main qimg f3fea9a0ef537882b2bfb4cd34ce51a9 pjlq

આયોગે માન્યું કે,  POCSO કાયદા હેઠળ સહમતિની ઉંમર સાથે છેડછાડ કરવું યોગ્ય નથી. જો કે,  આ સંબંધમાં બધા વિચારો અને સૂચનો પર સાવચેતીપૂર્વક વિચાર કર્યાં બાદ આયોગે સ્વીકાર્યું કે, આ એક આવશ્યક સમજૂતી હેઠળ વિચારવા યોગ્ય બાબત છે. કેટલાક સંજોગોમાં સ્થિતિ સુધારવા માટે POCSO કાયદામાં કેટલાક સુધાર કરવાની જરૂર આવશ્યકતા જ છે, એવા કિસ્સામાં જ્યાં વાસ્તવિકતામાં મૌન સ્વીકૃતિ હોય છે. જોકે કાયદામાં આવી કોઈ ચર્ચા સમજુતીનો ઉલ્લેખ નથી.

કાયદા પંચે ઉલેખ કર્યો કે, અમારી સુવિચારિત વિચારણા મુજબ આવા જ સંજોગોમાં અતિગંભીરતાથી નિરાકરણ લાવવાની જરૂર નથી, જેવી કે એની POSCO કાયદા હેઠળ કલ્પનાઓ કરવામાં આવી હતી, તેથી આયોગે આવા કિસ્સાઓમાં સજામાં ન્યાયિક બુદ્ધિ લાગુ કરવી યોગ્ય માન્યું છે. તે ખાતરી કરશે કે કાયદાનું યોગ્ય પાલન થશે. અને આ પ્રકારે બાળકો માટે શ્રેષ્ઠ હિતોની રક્ષા પણ થશે.

પોસ્કો ૧૮ વર્ષથી નાની ઉંમરના લોકો વચ્ચે થયેલા તમામ યૌન કૃત્યોને આપનાધિક બનાવે છે.

वाई. चंद्रचूड़

धनंजय वाई. चंद्रचूड़

આ પહેલા CJI ડી વાય ચંદ્રચુડએ બાળકો સાથે થતા યૌન શોષણ પર ચિંતા જાહેર કરી હતી અને તેણે એક છુપાયેલી સમસ્યા તરીકે ગણાવી હતી. તેમણે POCSO કાયદાના હેઠળના એ વિધેયક પર પણ ચિંતા જાહેર કરી હતી જેમાં સહમતિથી બંધાયેલા સંબંધની ઉંમર પર વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તમે જાણો છો કે પૉક્સો કાયદા 18 વર્ષથી ઓછી ઉંમરની વચ્ચે બધા જ અશ્લીલ કૃત્યોને આપરાધિક કૃત્ય માનવામાં આવે છે., પછી ભલે તે નાબાલિક લોકો વચ્ચે જ કેમ માં બંધાયો હોય. કાયદાની માન્યતા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વચ્ચે કોઈ સહમતી હોય શકે નહિ.

pocso

POSCOમાં વય મર્યાદા ઓછી કરવાથી કાનૂનનો થશે દુરુપયોગ :

22માં લો કમિશને પોતાના રીપોર્ટમાં કહ્યું કે POSCO કાનૂન માં સહમતીથી થયેલ યૌન સંબંધની ઉંમર ૧૮ થી ઘટાડીને ૧૬ કરવી જોઈએ નહી. જો આમ કરવામાં આવશે તો આ કાનૂન ની દુરુઉપયોગીતા થવાની શક્યતા છે. લો કમિશને આ કાયદામાં મૂળભૂત કડકાઈ જાળવી રાખવાની હિમાયત કરી છે. તેથી બંનેની સહમતીથી શારીરિક સંબંધમાં ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ જ રાખવાની વાત કરી છે.

સહમતિથી સંબંધ બાંધવાવાળા યુવક-યુવતીના ભૂતકાળને ધ્યાનમાં લેવામાં આવશે.

અપવાદ સામે રાખતા પેહલા રીપોર્ટમાં ભલામણ કરવામાં આવી કે, સહમતીથી સંબંધ બાંધવાવાળા યુવક-યુવતીના ભૂતકાળને ધ્યાનમાં લેવામાં આવશે અને તેની નોધ પર તપાસ કરવામાં આવશે કે સહમતિ સ્વેચ્છાથી હતી કે નહિ. એમના સંબંધોનો મૂળ આધાર કયો હતો.

 આયોગના રીપોર્ટના અનુસાર, કાનૂનમાં ઠીલ આપવાના બદલે એના ખોટા ઉપયોગને અટકાવવામાં આવે. આના માટે દરેક કેસમાં કોર્ટને વિશેષ અધિકાર આપવો જોઈએ કે તેઓ પોતાના વિવેકાધિકારથી નિર્ણય લે તેવી ભલામાણ કરવામાં આવી છે.

દેશ – દુનિયાના વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

જાણો કયા રાજ્યમાં પીવાય છે કેટલા ટકા દારૂ : કયું રાજ્ય છે ટોપ પર ?

ડીમેટ ખાતાધારકોમાં નોમિની ઉમેરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, “ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ કેમ થઇ રહ્યો છે?”

ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગથી ચીનના પેટમાં તેલ રેડાયું

બ્રહ્માંડમાં જોવા મળી ‘આઈન્સ્ટાઈન રિંગ’ : રીંગનું વજન 6500 કરોડ સૂર્ય ભેગા થાય એટલું