મેનચેસ્ટરની મેરેથોનમાં સાડી પહેરીને દોડી ભારતીય મૂળની મહિલા,સોશિયલ મિડીયામાં વિડીયો થયો વાયરલ

0
63

બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર લોકોનુ ધ્યાન ખેંચી રહી છે.

તેનુ કારણ એ છે કે, આ મહિલાએ મેનચેસ્ટર શહેરમાં યોજાયેલી 42.5 કિમીની મેરેથોનમાં સાડી પહેરીને ભાગ લીધો હતો અને મેરેથોન સફળતાપૂર્વક 4-50 કલાકમાં પૂરી પણ કરી હતી.

મેરેથોન જોવા આવેલા દર્શકો અને તેમાં ભાગ લઈ રહેલા એથ્લેટ્સનુ ધ્યાન પણ મહિલા પર ગયુ હતુ. મધુસ્મિતા દાસ નામની મહિલાની તસવીર એક ટ્વિટર યુઝરે શેર કરી હતી. જેમાં મધુસ્મિતા બીજા સ્પર્ધકો સાથે મેરેથોનમાં દોડતી નજરે પડે છે.

, ભારતીય મૂળની મહિલાએ સંબલપુરી સાડી પહેરીને બ્રિટનની બીજા ક્રમની મેરેથોનમાં દોડ લગાવી હતી. સંબલપુર સાડી ઓરિસ્સાની આગવી ઓળખ છે. જેના પર આદિવાસી સંસ્કૃતિની પણ ગહેરી છાપ છે.

મધુસ્મિતાને પ્રોત્સાહન આપવા અને ચીયર કરવા માટે તેના પરિવારજનો અને પરિચિતો પણ હાજર રહ્યા હતા. મધુસ્મિતા માટે આ પહેલી દોડ નથી. આ પહેલા પણ દુનિયામાં ઘણા દેશોમાં તે મેરેથોનમાં ભાગ લઈ ચુકી છે.

જોકે સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ હતુ કે, આ તસવીર બહુ સરસ છે. જે ભારતીય સંસ્કૃતિને દુનિયામાં પ્રમોટ કરી રહી છે