સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, “ન્યાયાધીશોની નિમણૂકમાં વિલંબ કેમ થઇ રહ્યો છે?”

1
98
Supreme Court
Supreme Court

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને આડે હાથે લીધી. સુપ્રીમ કોર્ટે સરકારને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુંકમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા વિલંબ અંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.

દેશભરની હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકના મામલે સુપ્રીમ કોર્ટે ફરી કેન્દ્ર પર કડક વલણ દાખવ્યું છે. જસ્ટિસ કૌલે કહ્યું કે, જ્યાં સુધી તેઓ અહીં છે ત્યાં સુધી તેઓ દર દસ – બાર  દિવસે આ મામલો તેઓ સુપ્રીમમાં ઉઠાવશે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારને દસ મહિનામાં 80 નામોની ભલામણ કરવામાં આવી છે, પરંતુ તમામ નિમણૂકો કેન્દ્ર પાસે પેન્ડિંગ છે, તેમજ  26 જજોની ટ્રાન્સફર પેન્ડિંગ પણ હજી છે. આ ઉપરાંત સંવેદનશીલ ગણવામાં આવતી હાઈકોર્ટમાં પણ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પેન્ડીંગ છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં  કહ્યું કે, અમે ઘણું કહેવા માંગીએ છીએ પરંતુ અમે પોતાની જાત પર સંયમ રાખી રહ્યા છીએ, આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી 9 ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો છે. હવે આ મામલામાં અલગથી સુનાવણી 9 ઓક્ટોબરે થશે. 

“કેન્દ્ર સરકાર શા માટે હાઇકોર્ટના ન્યાયધીશોની નિમણુંકમાં કેમ વિલંબ કરી રહ્યું છે ?”

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ આર. વેકેન્ટરમણિએ સુપ્રીમ કોર્ટ પાસે એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. જ્યારે જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ સંજય-કિશન કૌલએ એટર્ની જનરલને કેન્દ્ર તરફથી સૂચનાઓ લાવવા કહ્યું છે.  સુપ્રીમ કોર્ટ ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂકમાં કેન્દ્ર દ્વારા થઇ રહેલા વિલંબ સામેની અરજી પર સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સંજય-કિશન કૌલે કહ્યું કે, તેમણે આ મુદ્દો એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ હવે તેઓ જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી તે દર દસ – બાર  દિવસે આ મુદ્દો ઉઠાવશે. અમે શ્રેષ્ઠ પ્રતિભા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ મુદ્દે કોઈ વિલંબ ન કરવો જોઈએ.

કેન્દ્ર સરકારે 70 નામોની સૂચી પર કેમ કોઈ નિર્ણય નથી લીધો ? : સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ સંજય-કિશન કૌલે કહ્યું કે, આમારી પાસે કહેવા માટે ઘણું છે, પરંતુ તેઓ પોતાની જાતને રોકી રહ્યા છે. આજે તેઓ ચૂપ છે, કારણ કે એટર્ની જનરલ જનરલ આર. વેકેન્ટરમણિએ આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. પરંતુ આગામી તારીખે અમે ચૂપ રહેશું નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે કે, તેમણે હાઈકોર્ટ દ્વારા ભલામણ કરાયેલ 70 લોકોના નામ પર નિર્ણય કેમ નથી લીધો. આ ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ ટીમને કેમ મોકલવામાં આવી નથી?  જેના કારણે આ નામો છેલ્લા 10 મહિનાથી સરકાર પાસે પેન્ડિંગ પડયા છે.

દેશ – વિદેશના વધુ સમાચાર માટે ક્લિક કરો અહી –

સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ

ખાલિસ્તાની આતંકવાદી પન્નું સામે NIAની લાલ આંખ, સંપતિ કરી જપ્ત

ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ – કોણ આપી રહ્યું છે ખાલીસ્તાનીઓને ફંડ

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં રાહત,અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા

1 COMMENT

Comments are closed.