ચાર ધામ યાત્રાને લઈ IMDએ ચેતવણી આપી છે.IMD તરફથી ઉત્તરાખંડના હવામાન અંગે એલર્ટ જારી કરાયું છે.જે મુજબ સમગ્ર દેશમાંથી ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે IMD તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે.એક તરફ દેશમાં બીપર જોય વાવાઝોડાનો ખતરો છે. આની વચ્ચે ચાર ધામ યાત્રાને લઈને IMDએ ઉત્તરાખંડના જુદા-જુદા જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. ઉત્તરાખંડના ઘણા શહેરોમં 11થી 14 જુલાઈ દરમિયાન વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 70 કિમિ પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાઈ શકે છે.જેના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્જ જાહેર કર્યું છે. ખરાબ વાતાવરણ વચ્ચે પણ ચાર ધામ યાત્રામાં ભક્તોની ભીડ સતત વધી રહી છે.ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 40 લાખ ભક્તઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.અંજીત રોજના 60 હજાર ભક્તો ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ચાર ધામયાત્રા શરૂ થયાને એક મહિના જેટલો સમય વિતી ગયો છે.યાત્રામાં સતત હિમ વર્ષા થઈ રહી છે.અને ખરાબ વાતાવરણને કારણે યાત્રાળુઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .ઉત્તરકાશી, ટિહરી, દેહરાદૂન, પૌડી, હરિદ્વાર, યુએસએનગર, નૈનિતાલ જિલ્લામાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા સાથે વીજળીના કડાકા-ભડાકા થવાના તેમજ કરા અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના નિર્દેશક ડો. બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર 11, 12, 13 અને 14 જૂન દરમિયાન ઉત્તરાખંડનું હવામાન આવું જ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કરા અને વરસાદને કારણે તાપમાનમાં નજીવો ઘટાડો થઈ શકે છે. બીજી તરફ ઝાકડના કારણે લોકો અને પાકને નુકસાન થવાની સંભાવના છે. આ માટે જિલ્લાઓ માટે એલર્ટ જારી કરાયુ છે
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યા પ્રહાર વાંચો અહીં
https://vrlivegujarat.com/wp-admin/post.php?post=237994&action=edit