બિપરજોય શક્તિશાળી વાવાઝોડાનો અંત, ૯ રાજ્યો અલર્ટ

0
223

બિપરજોય વાવાઝોડાનો પવન ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ફૂંકાઈ રહ્યો છે.તેવામાં હવામાન વિભાગે ૯ રાજ્યો ને એલર્ટ કર્યા છે.7 રાજ્યોમાં ભારે વિનાશ પણ સર્જાઈ શકે છે. ૧૪-૧૬ જુન સુધી ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.વાવાઝોડાનો અંત ૧૬ તારીખે આવશે. બિપરજોય દરિયાકાંઠાના અવરોધના લીધે અંત તરફ આગળ વધશે.

અરબી સમુદ્રમાં વાવાઝોધુ તોફાની બન્યું છે.જેની અસર દેખાવા લાગી છે.વધુમાં ટે ૧૫ જુનએ બપોર અને સાંજ સુધીમાં કચ્છ પર આવી જશે. પરંતુ અત્યારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે.૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કરવામાં આવી ગયા છે. ગુજરાતના 7 જીલ્લામાં ભારે વિનાશની સંભાવના સેવાઈ રહી છે. મકાન,રસ્તા,વીજ થાંભલા, વૃક્ષોને નુકસાન થશે.સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દ્વારકા, કચ્છ, જૂનાગઢ, મોરબી સહીતના તમામ જીલ્લામાં ભારે વરસાદણી ચેતવણી આપવામાં આવી છે.

વાવાઝોડું કચ્છ અને કરાચીમાં ૧૫ જુનએ આવી જશે.૧૫ જુન ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અલર્ટ તથા ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીને સતત વોચમાં રાખવામાં આવ્યું છે.

બિપરજોય શક્તિશાળી વાવાઝોડાનો
૯ રાજ્યો અલર્ટ
બિપરજોય શક્તિશાળી વાવાઝોડાનો ૯ રાજ્યો અલર્ટ

બિપરજોયનો અંત

બિપરજોય વાવાઝોડું હાલ ૧૫૦-૧૬૦કિમી પ્રતિ કલાકના ઝડપે આગળ આવી રહયું છે, જે ૧૭૦ કિમી પ્રતિ કલાકણી ઝડપ પણ પકડી શકે છે.જોવામાં આવે તો બિપરજોય ૧૬ તારીખ પછી વિખેરાઈ શકે છે.કરાચી અને કચ્છ ના દરિયાકાંઠાના લીધે વાવાઝોડું અવરોધાઇ જશે જેના લીધે વાવાઝોડું વિખેરવાનું ચાલુ થઇ શકે છે.જેના લીધે વાવાઝોડાણી તાકાતમાં પણ ઘટાડો થશે.ભારત અને પાકિસ્તાનણી બોર્ડેર ઉપરથી પસાર થશે પણ અમદાવાદ સુધી તેની અસર જોવા મળશે.ગતિ અવરોધના લીધે વાવાઝોડું શાંત થઈને વિખેરાઈ જશે.અને તેનો પુરાવો ૧૬-૧૭ તારીખથી મળવા લાગશે.

વધુમાં આ બધી પરિસ્થિતિને પોચવી વળવા માટે NDRF અને SDRF ખડે પગે છે.જેમાં ટે બધી જ સાવચેતી અને તૈયારી સાથે આવ્યા છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.૩૩ જીલ્લામાં નંબર જાહેર કરી દેવામાં આવ્યા છે.મદદ માટે ૧૦૭૭ પર કોલ કરવો.આ સાથે ઉદ્યોગ વિભાગે પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.રેલ્વેએ પણ સ્ટાફને એલર્ટ મોડમાં મૂકી દીધો છે.અને હેલ્પલાઇન નંબર ચાલુ કરી દીધો છે.ભાવનગર,રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ ચાલુ કરી દેવાયો છે.

બિપરજોયની ગુજરાતમાં એન્ટ્રી અને તેની અસર

https://vrlivegujarat.com/desh/biporjoy-gujarat-entry-effect-ndrf-cm-pm-gujarat/