રાજસ્થાનના નવા ડેપ્યુટી સીએમ દિયા કુમારીઃ સૌથી અમીર નેતાઓમાં સામેલ, પરંતુ તેમની પાસે એક પણ ઘર નથી..જાણો તેમની નેટવર્થ

2
211
રાજસ્થાનના ડેપ્યુટી સીએમ

DIYA KUMARI : રાજસ્થાનના મુખ્યમંત્રીની રેસમાં સામેલ જયપુર રાજઘરાનાના રાજકુમારી દીયા કુમારીને ભાજપાના હાઈકમાન્ડે રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. લંડનમાં ભણેલા કરોડપતિ દિયા કુમારી (DIYA KUMARI) ને વસુંધરા રાજેના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ ખતમ કરી નવા ચહેરા સામે લાવ્યા છે.મંગળવારે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેર વિધાનસભા બેઠકથી પ્રથમ વખત ચૂંટણી જીતનારા ભજનલાલ શર્માને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ મુખ્યમંત્રીની રેસમાં સામેલ રાજકુમારી દિયા કુમારીને પણ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. તેમને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. દિયા કુમારી જયપુર રાજઘરાનાના રાજકુમારી છે અને તેમની પાસે કરોડોની સંપત્તિ છે.

diya kumari 1

વસુંધરા રાજેના માનવામાં આવી રહ્યા હતા વિકલ્પ

જયપુર રાજઘરાનાના રાજકુમારી દિયા કુમારીને રાજસ્થાનમાં વસુંધરા રાજેના વિકલ્પ માનવામાં આવી રહ્યા હતા અને તેમને સીએમ રેસમાં આગળ બતાવવામાં આવી રહ્યા હતા. પરંતુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જેમ જ ભાજપ હાઈકમાન્ડે ભજનલાલ શર્માનું નામ જાહેર કરી તમામને ચોંકાવી દીધા હતા. જ્યારે દિયા કુમારીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા. દિયા કુમારીએ જયપુરના વિદ્યાધરનગર સીટથી ચૂંટણી જીતી છે. આ સીટ પર પૂર્વ સીએમ વસુંધરા રાજેના નજીકના નરપતસિંહ રાજવીની ટિકીટ કાપવામાં આવી હતી.

19 કરોડ રૂપિયાની નેટવર્થટવર્થ : Diya Kumari’s net worth

ચૂંટણી આયોગમાં જમા કરવામાં આવેલી સંપત્તિના ડોક્યુમેન્ટ્સમાં દિયા કુમારીની નેટવર્થ આશરે 19 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. સાથે જ તેમના નામે કોઈ લોન કે ઉધાર નથી. દિયાકુમારી પાસે રૂ. 75,600 રોકડ છે જ્યારે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 2,90,84,555 રૂપિયા છે.

diya kumari

અનેક શેરમાં કરોડોનું ઈનવેસ્ટમેન્ટ

રાજઘરાના સાથે જોડાયેલા રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી (DIYA KUMARI) એ લંડનના પાર્સંસ આર્ટ એન ડિઝાઈન સ્કૂલથી ફાઈન આર્ટ્સ ડેકોરેટિવ પેંટિંગ ડિપ્લોમા કર્યું છે. શેર બજારમાં તેમને ઘણો ઈન્ટ્રેસ્ટ છે અને આ જ કારણે તેમણે શેર બજારમાં કરોડોનું ઈન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છે. જાણકારી પ્રમાણે, શેર-બોન્ડ ડિબેન્ચર્સમાં તેમણે આશરે 15 કરોડ રૂપિયાથી વધુનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. દિયા કુમારીના આવક સ્ત્રોતમાં ફેમિલી બિઝનેસ, બેંકથી મળતો વ્યાજ, મ્યુચ્યુઅલ ફંડથી થતી ઈનકમ સામેલ છે.

75 લાખનું સોનું, ન વીમા ન જમીન

જ્વેલરીની વાત કરવામાં આવે તો દિયા કુમારી પાસે 75 લાખ રૂપિયાના ઘરેણાં છે. રાજસ્થાનના સૌથી અમીર નેતાઓમાં સામેલ દિયા કુમારી પાસે કરોડોની સંપત્તિ છે, છતાં તેમણે કોઈપણ સેવિંગ સ્કિમમાં રોકાણ કર્યું નથી. જેથી ન તો દિયા કુમારી પાસે કોઈ વિમો છે ન કોઈ હેલ્થ ઈંશ્યોરેન્સ પોલિસી. આ સિવાય તેમના નામે કોઈપણ ખેતર કે જમીન અથવા કોમર્શિયલ બિલ્ડિંગ, ઘર કે ફ્લેટ નથી.

વધુ સમાચાર માટે –

CBSE Board Exam 2024: ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

MPના મુખ્યમંત્રી મોહન યાદવનો એક આપતિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

#RAJYASABHA : નમાજ પઢવાને લઈને આવ્યો મોટો નિર્ણય !

2 COMMENTS

Comments are closed.